Vadodaraમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 9 લોકો નવાપુરમાં ઢીંચતા હતા દારૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને દારૂની મહેફિલ માણતા 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે, નવાપુરમાં મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને તેની પર પોલીસે દરોડા પાડયા હતા, આ દારૂની મહેફિલમાં ભાજપના નેતા અશોક ખારવાનો સાળો ઝડપાયો છે અને શિંદે કોલોનીમાં મકાનમાં ચાલતી હતી મહેફિલ.
નવાપુરામાં મકાનમાં ચાલી રહી હતી દારૂની મહેફિલ
વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં નવાપુરા પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડીને 9 લોકોને ઝડપી પાડયા છે, આ દારૂની મહેફિલમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરનો સાળો પણ ઝડપાયો છે, પોલીસને બાતમી મળી હતી કે એક ઘરમાં દારૂની મહેફિલ ચાલી રહી છે ત્યારે પોલીસ ત્યાં પહોંચી તો દારૂની મહેફિલ ચાલતી હતી અને તમામ લોકો નશામાં હતા, પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તમામ લોકોની ધરપકડ કરી છે.
પૂર્વ કાઉન્સિલર અશોક ખારવાનો સાળો હિતેશ ખારવા ઝડપાયો
વડોદરાની શિંદે કોલોનીના 29 નંબરના મકાનમાં ચાલતી હતી દારૂની મહેફિલ અને મહેફિલ ચાલતી હતી તે સમયે જ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને દારૂની મહેફિલમાં દોડધામ મચી હતી, પોલીસે તમામ નશેડીઓના રીપોર્ટ પણ કઢાવ્યા છે અને દારૂ સાથે મોબાઈલ ફોન અને વાહન પણ મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે, ત્યારે પોલીસનું કહેવું છે કે, તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને ઝડપાયેલા લોકો પાસે કોઈ પરમિટ નથી અને દારૂનું સેવન કરી રહ્યાં હતા.
What's Your Reaction?






