Vadodaraમાં તસ્કરોની અફવા વચ્ચે 11 લાખની લૂંટ, લૂંટારાઓ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા
વડોદરા પોલીસે તસ્કરો આવ્યા હોવાના ફરતા થયેલા વાયરલ મેસેજને પોલીસે અફવા ગણાવી હતી અને બીજી તરફ આ અફવા બજારની વચ્ચે શહેરમાં લૂંટારુઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. આજે આજવા રોડ પર લૂંટનો બનાવ બન્યો છે.આજવા રોડની નવજીવન સોસાયટીમાં લૂંટારા ત્રાટક્યા આજવા રોડની નવજીવન સોસાયટીમાં લૂંટારા ત્રાટક્યા હતા અને નવજીવન સોસાયટી વિભાગ 2માં લૂંટારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લૂંટારુઓએ રૂપિયા 11 લાખની લૂંટ કરી હતી અને સુઈ રહેલા પરિવારને 4 લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. અશોક સિંગલા અને તેમનો પરિવાર બેડરૂમમાં સુઈ રહ્યો હતો તે વખતે લૂંટ કરી હતી. પરિવારને સતત 10 મિનિટ બાનમાં લઈ રોકડ અને દાગીનાની તસ્કરોએ લૂંટ કરી. આ સમગ્ર ઘટનાની બહારની બાજુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુઈ રહેલા પરિવારને 4 લૂંટારુઓએ બનાવ્યો નિશાન વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં આ લૂંટારાઓ આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જે રૂમમાં અશોક શિંગલાનો પરિવાર સૂતો હતો તેના દરવાજા જોરજોરથી ખખડાવ્યા હતા અને ધક્કા મારી દરવાજો ખોલી તિજોરી, પેટી પલંગ અને અન્ય જગ્યાએ મુકેલા રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. હથિયારો બતાવી પરિવારે પહેરેલા ઘરેણા પણ લૂંટ્યા હતા. પરિવારે બૂમાબૂમ કરતાં સ્થાનિકોએ પોલીસને બોલાવી દંપતી ઉપરાંત તેમના પુત્રએ પહેરેલા દાગીના પણ હથિયારો મૂકીને લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. પત્નીના હાથમાંથી બંગડી નહીં નીકળતા હાથ કાપી નાખવાની લૂંટારુઓએ વાત કરી હતી. ત્યારે ભયભીત થયેલા પરિવારે પત્નીના હાથમાંથી બંગડીઓ કાઢી લૂંટારોને આપી દીધી હતી અને પરિવારે બુમા બુમ કરતા આસપાસના રહીશો બહાર આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે 11 લાખ ઉપરાંતની લૂંટની ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લૂંટારાઓની તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા પોલીસે તસ્કરો આવ્યા હોવાના ફરતા થયેલા વાયરલ મેસેજને પોલીસે અફવા ગણાવી હતી અને બીજી તરફ આ અફવા બજારની વચ્ચે શહેરમાં લૂંટારુઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. આજે આજવા રોડ પર લૂંટનો બનાવ બન્યો છે.
આજવા રોડની નવજીવન સોસાયટીમાં લૂંટારા ત્રાટક્યા
આજવા રોડની નવજીવન સોસાયટીમાં લૂંટારા ત્રાટક્યા હતા અને નવજીવન સોસાયટી વિભાગ 2માં લૂંટારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લૂંટારુઓએ રૂપિયા 11 લાખની લૂંટ કરી હતી અને સુઈ રહેલા પરિવારને 4 લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. અશોક સિંગલા અને તેમનો પરિવાર બેડરૂમમાં સુઈ રહ્યો હતો તે વખતે લૂંટ કરી હતી. પરિવારને સતત 10 મિનિટ બાનમાં લઈ રોકડ અને દાગીનાની તસ્કરોએ લૂંટ કરી. આ સમગ્ર ઘટનાની બહારની બાજુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુઈ રહેલા પરિવારને 4 લૂંટારુઓએ બનાવ્યો નિશાન
વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં આ લૂંટારાઓ આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડી લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જે રૂમમાં અશોક શિંગલાનો પરિવાર સૂતો હતો તેના દરવાજા જોરજોરથી ખખડાવ્યા હતા અને ધક્કા મારી દરવાજો ખોલી તિજોરી, પેટી પલંગ અને અન્ય જગ્યાએ મુકેલા રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. હથિયારો બતાવી પરિવારે પહેરેલા ઘરેણા પણ લૂંટ્યા હતા.
પરિવારે બૂમાબૂમ કરતાં સ્થાનિકોએ પોલીસને બોલાવી
દંપતી ઉપરાંત તેમના પુત્રએ પહેરેલા દાગીના પણ હથિયારો મૂકીને લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. પત્નીના હાથમાંથી બંગડી નહીં નીકળતા હાથ કાપી નાખવાની લૂંટારુઓએ વાત કરી હતી. ત્યારે ભયભીત થયેલા પરિવારે પત્નીના હાથમાંથી બંગડીઓ કાઢી લૂંટારોને આપી દીધી હતી અને પરિવારે બુમા બુમ કરતા આસપાસના રહીશો બહાર આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે 11 લાખ ઉપરાંતની લૂંટની ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે લૂંટારાઓની તપાસ હાથ ધરી છે.