Vadodaraમાં છેલ્લા 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની બની ઘટના, વાંચો Story

વડોદરા શહેરમાં મધ્યપ્રદેશની ટાબરીયા ગેંગનો આતંક જોવા મળ્યો છે જેમાં વડોદરામાં 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે બાપોદ, હરણી, કારેલીબાગ, પાણીગેટ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે,આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે જેમાં બે આરોપી સગીર વયના છે,પોલીસે ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. મધ્યપ્રદેશના ભીંડથી આવીને પહેલા રેકી કરી હતી સમગ્ર મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ ખુલાસો થયો છે કે આરોપીઓ મધ્યપ્રદેશથી રેકી કરવા અહીંયા આવતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હતા,આરોપીઓએ સયાજીગંજમાંથી બાઇકની ચોરી કરી હતી અને તેજ ચોરેલા બાઈકને લઈ આરોપીઓ ચેઈન સ્નેચિંગ કરવા માટે નીકળ્યા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા,પોલીસે મુદ્દામાલ અને બાઈક જપ્ત કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ ગેંગમાં ટાબરીયાઓનો પણ સમાવેશ છે આ સમગ્ર ગેંગમાં બે ટાબરીયાઓ પણ છે જે આ ઘટનામાં સામિલ છે,બે સગીરવયના આરોપી હોવાતી પોલીસે પણ તેમની અલગથી પૂછપરછ કરી છે,પહેલા વિસ્તારમાં રેકી કરતા હતા અને ત્યારબાદ ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી તેમજ બાઈકના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે આરોપીઓએ અન્ય કોઈ જિલ્લામાં આજ રીતે ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે કે નહી કે અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથધરી છે. શું હતી મોડસ ઓપરેન્ડી? આરોપીઓ એકલ દોકલ મહિલાઓની રેકી કરતા હતા. મહિલાઓએ જો સોનાની ચેઇન પહેરી હોય તો આર્થિક ફાયદા માટે મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવીને બાઇક પર ભાગી જતા હતા. બંને આરોપીઓ તેમની અને બાઇકની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ બાંધી દેતા હતા અને બાઇક પરનો નંબર કાઢી નાખતા હતા.

Vadodaraમાં છેલ્લા 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની બની ઘટના, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં મધ્યપ્રદેશની ટાબરીયા ગેંગનો આતંક જોવા મળ્યો છે જેમાં વડોદરામાં 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે બાપોદ, હરણી, કારેલીબાગ, પાણીગેટ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની છે,આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે જેમાં બે આરોપી સગીર વયના છે,પોલીસે ગુનો નોંધીને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

મધ્યપ્રદેશના ભીંડથી આવીને પહેલા રેકી કરી હતી

સમગ્ર મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ ખુલાસો થયો છે કે આરોપીઓ મધ્યપ્રદેશથી રેકી કરવા અહીંયા આવતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા હતા,આરોપીઓએ સયાજીગંજમાંથી બાઇકની ચોરી કરી હતી અને તેજ ચોરેલા બાઈકને લઈ આરોપીઓ ચેઈન સ્નેચિંગ કરવા માટે નીકળ્યા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા,પોલીસે મુદ્દામાલ અને બાઈક જપ્ત કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

આ ગેંગમાં ટાબરીયાઓનો પણ સમાવેશ છે

આ સમગ્ર ગેંગમાં બે ટાબરીયાઓ પણ છે જે આ ઘટનામાં સામિલ છે,બે સગીરવયના આરોપી હોવાતી પોલીસે પણ તેમની અલગથી પૂછપરછ કરી છે,પહેલા વિસ્તારમાં રેકી કરતા હતા અને ત્યારબાદ ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી તેમજ બાઈકના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે આરોપીઓએ અન્ય કોઈ જિલ્લામાં આજ રીતે ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે કે નહી કે અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથધરી છે.

શું હતી મોડસ ઓપરેન્ડી?

આરોપીઓ એકલ દોકલ મહિલાઓની રેકી કરતા હતા. મહિલાઓએ જો સોનાની ચેઇન પહેરી હોય તો આર્થિક ફાયદા માટે મહિલાના ગળામાંથી ચેઇન ઝૂંટવીને બાઇક પર ભાગી જતા હતા. બંને આરોપીઓ તેમની અને બાઇકની ઓળખ ન થાય તે માટે મોઢા પર રૂમાલ બાંધી દેતા હતા અને બાઇક પરનો નંબર કાઢી નાખતા હતા.