Vadodaraના શિનોરમાં વેપારીનું અપહરણ કરી કારમાં માર્યો મૂઢ માર,પોલીસે આરોપીઓને દબોચ્યા

એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓએ દુકાનમાંથી કર્યુ અપહરણ પોલીસ સાથે લઈ જઈએ તેમ કહી કારમાં બેસાડી અપહરણ કર્યુ ત્રણ આરોપીઓ પોલીસ પકડની બહાર,બે આરોપીઓ ઝડપાયા વડોદરાના શિનોરના સેગવાના દુકાનદાર રમેશ રબારીને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિએ દુકાનમાં આવી દુકાનદારને મારમારી કારમાં અપહરણ કરી વડોદરા લઈ જવાયો હતો.વડોદરા પોલીસની સતર્કતાથી અપહરણ કર્તાના સકંજામાંથી દુકાનદારને મુકત કરાઈ શિનોર પોલીસને સોપાયો,તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓએ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કર્યુ છે. પોલીસે ફરિયાદ નોંધી શિનોર પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે અપહરણકર્તા પિયુષ પટેલ,પ્રફુલા ભોગયતાને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા છે.વધુ ત્રણ આરોપીઓ તોફિક, જાવેદ,સોહિલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.11/8/24ના રોજ રમેશ રબારી પોતાની દુકાન ઉપર હાજર હતા તે વખતે બપોરના દોઢેક વાગ્યાના અરસામા કાર લઇને આવેલા લોકોએ તેની પાસે બાકી નિકળતા રૂપિયાની માંગણી કરી હતી,પરંતુ વેપારીએ કહ્યું તમારા રૂપિયા ચૂકવી દઈશ પરંતુ આરોપીઓ આ વાતને માન્યા નહી અને વેપારીનું અપહરણ કર્યુ. વેપારીને માર્યો માર દુકાનદાર રમેશ રબારીને નાની પાઇપ વડે બરડાના ભાગે તેમજ માથાના ભાગે માર મારી તેનું અપહરણ કરી કારમાં બેસાડી દીધો.પોલીસ સ્ટેશન લઇ જઈએ છે તેમ જણાવી ફરિયાદીને વડોદરા તરફ લઇ જતા હતાં તે વખતે રસ્તામાં કેલનપુર પાસે પોલીસને જોંતા દુકાનદાર રમેશ રબારીએ હિંમત રાખી બચાવો બચાવોની બુમ પાડવાનું ચાલુ કરેલ પણ એક ઇસમે દુકાનદાર રમેશ રબારી નું ગરદનના ભાગેથી પકડીને ગાડીમાં દબાવી દીધેલ હતું અને હવે પછી બૂમો પાડીશ તો જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી ચૂપ કરાવી દીધેલ. વડોદરા આવી જતા કારમાંથી ઉતારી દીધો વેપારીને વડોદરા આવી જતાં દુકાનદાર રમેશ રબારીને સોમા તળાવ પાસે આવેલ માલસામાનના ગોડાઉન ઉપર લઇ ગયેલ અને દુકાનદાર રમેશ રબારી ગાડીમાંથી ઉતારતા હતા તે વખતે રમેશ રબારીના કાકા ગણેશભાઇ સાલુજીભાઇ રબારી તથા કમલેશભાઇ રવજીભાઇ પટેલ આવી જતા દુકાનદાર રમેશ રબારીને તેઓના સકાંજામાંથી છોડાવ્યા હતા.ફરિયાદીના પરિવારજનોએ પોલીસમા જાણ કરતા પોલીસ આવી જતા દુકાનદાર રમેશ રબારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસે ઝડપ્યા બે આરોપીઓને શિનોર પોલીસ સ્ટેશનમાં દુકાનદાર રમેશ રબારીએ આ પાંચે વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં સૂત્રધાર પિયુષ પટેલ તેમજ દુકાનદારને ગાળો ભાંડનારી મહિલા પ્રફુલા ભોગયતાને પકડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. વધુ ત્રણ અપહરણના આરોપીઓ તોફિક,જાવેદ,સોહિલને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.  

Vadodaraના શિનોરમાં વેપારીનું અપહરણ કરી કારમાં માર્યો મૂઢ માર,પોલીસે આરોપીઓને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓએ દુકાનમાંથી કર્યુ અપહરણ
  • પોલીસ સાથે લઈ જઈએ તેમ કહી કારમાં બેસાડી અપહરણ કર્યુ
  • ત્રણ આરોપીઓ પોલીસ પકડની બહાર,બે આરોપીઓ ઝડપાયા

વડોદરાના શિનોરના સેગવાના દુકાનદાર રમેશ રબારીને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિએ દુકાનમાં આવી દુકાનદારને મારમારી કારમાં અપહરણ કરી વડોદરા લઈ જવાયો હતો.વડોદરા પોલીસની સતર્કતાથી અપહરણ કર્તાના સકંજામાંથી દુકાનદારને મુકત કરાઈ શિનોર પોલીસને સોપાયો,તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીઓએ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કર્યુ છે.

પોલીસે ફરિયાદ નોંધી

શિનોર પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે અપહરણકર્તા પિયુષ પટેલ,પ્રફુલા ભોગયતાને ઝડપી જેલના સળિયા ગણતા કરી દીધા છે.વધુ ત્રણ આરોપીઓ તોફિક, જાવેદ,સોહિલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.11/8/24ના રોજ રમેશ રબારી પોતાની દુકાન ઉપર હાજર હતા તે વખતે બપોરના દોઢેક વાગ્યાના અરસામા કાર લઇને આવેલા લોકોએ તેની પાસે બાકી નિકળતા રૂપિયાની માંગણી કરી હતી,પરંતુ વેપારીએ કહ્યું તમારા રૂપિયા ચૂકવી દઈશ પરંતુ આરોપીઓ આ વાતને માન્યા નહી અને વેપારીનું અપહરણ કર્યુ.

વેપારીને માર્યો માર

દુકાનદાર રમેશ રબારીને નાની પાઇપ વડે બરડાના ભાગે તેમજ માથાના ભાગે માર મારી તેનું અપહરણ કરી કારમાં બેસાડી દીધો.પોલીસ સ્ટેશન લઇ જઈએ છે તેમ જણાવી ફરિયાદીને વડોદરા તરફ લઇ જતા હતાં તે વખતે રસ્તામાં કેલનપુર પાસે પોલીસને જોંતા દુકાનદાર રમેશ રબારીએ હિંમત રાખી બચાવો બચાવોની બુમ પાડવાનું ચાલુ કરેલ પણ એક ઇસમે દુકાનદાર રમેશ રબારી નું ગરદનના ભાગેથી પકડીને ગાડીમાં દબાવી દીધેલ હતું અને હવે પછી બૂમો પાડીશ તો જાન થી મારી નાખીશું તેવી ધમકી આપી ચૂપ કરાવી દીધેલ.

વડોદરા આવી જતા કારમાંથી ઉતારી દીધો વેપારીને

વડોદરા આવી જતાં દુકાનદાર રમેશ રબારીને સોમા તળાવ પાસે આવેલ માલસામાનના ગોડાઉન ઉપર લઇ ગયેલ અને દુકાનદાર રમેશ રબારી ગાડીમાંથી ઉતારતા હતા તે વખતે રમેશ રબારીના કાકા ગણેશભાઇ સાલુજીભાઇ રબારી તથા કમલેશભાઇ રવજીભાઇ પટેલ આવી જતા દુકાનદાર રમેશ રબારીને તેઓના સકાંજામાંથી છોડાવ્યા હતા.ફરિયાદીના પરિવારજનોએ પોલીસમા જાણ કરતા પોલીસ આવી જતા દુકાનદાર રમેશ રબારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

પોલીસે ઝડપ્યા બે આરોપીઓને

શિનોર પોલીસ સ્ટેશનમાં દુકાનદાર રમેશ રબારીએ આ પાંચે વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં સૂત્રધાર પિયુષ પટેલ તેમજ દુકાનદારને ગાળો ભાંડનારી મહિલા પ્રફુલા ભોગયતાને પકડી જેલના સળિયા ગણતા કરી દીધા છે. વધુ ત્રણ અપહરણના આરોપીઓ તોફિક,જાવેદ,સોહિલને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.