આભા કાર્ડ હશે તો અકસ્માત વખતે પણ ઝડપી સારવાર ચાલુ થઈ જશે, એક ક્લિકમાં મળી જશે આખી હેલ્થ કુંડળી

Abha Card Benefits : આભાકાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈપણ ખૂણે અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તેના આભા કાર્ડની મદદથી તમામ કેસ હિસ્ટ્રી મેળવી લઈને ભારતભરની હોસ્પિટલ્સમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે. આ આભાકાર્ડ આપ કોઈપણ જાતની તકલીફ વિના તમે તમારો આધારકાર્ડ અને અન્ય વિગતો ઓનલાઈન અપલોડ કરીને પોતે પણ ઇશ્યૂ કરાવી લઈ શકો છે. અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનું કહેવું છે કે આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં રૂ. 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકારની પાંચ લાખ મળીને કુલ રૂ. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.આભાકાર્ડના આઈડી નંબર આપશો એટલે તમારા હેલ્થની આખી કુંડળી ખૂલી જશેઆયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તેમ શક્ય ન બને તો તમે અમદાવાદના 84માંથી કોઈપણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટેની ઓનલાઈન અરજી કરાવડાવીને ગણતરીની મિનિટોમાં કાર્ડ મેળવી શકો છો. હા, તમારો મોબાઈલ ફોન નંબર આધારકાર્ડ સાથે લિન્ક થયેલો હોવો જરૂરી છે. તેમાં ઘરનું સરનામું અને તેના સ્વજનનો નંબર પણ મળી જશે. વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિન્ક કરી દેશે. પરિણામે સમય જતાં તેના થકી વીમા ક્લેઈમ પણ સેટલ થઈ શકશે.આ પણ વાંચો :  ગુજરાતમાં 28 લાખ વિદ્યાર્થીના ડિજિટલ રેકોર્ડ માટે APAAR -ID બનશે, જાણો શું થશે ફાયદોઆભા કાર્ડ ધરાવનારા કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેવા જવા પહેલા તેના જૂના રિપોટ્‌ર્સની ફાઈલ પણ લઈ જવી પડશે નહિ. આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈપણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર જ તમારા આરોગ્યનો સંપૂર્ણ રેકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે. આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, તમારી બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ તેમ જ સારવાર દરમિયાન ડૉક્ટરે તમને આપેલી દવાઓ અને તેના ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે.અમદાવાદના જ અર્બન હેલ્થ સેન્ટરના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, ‘શારીરિક તકલીફ થાય ત્યારે જૂના રેકોર્ડ કે ડૉક્ટર પાસે લીધેલી સારવારની ફાઈલ શોધવામાં તકલીફ પડે છે. પરંતુ જેમની પાસે આભા કાર્ડ હશે તેમને આ તકલીફ નડશે નહિ. માત્ર કાર્ડ લઈ જશો તો ડૉક્ટરને તમારી આખી હિસ્ટ્રી મળી જશે. કાર્ડ પણ ભૂલી જશો અને આભાકાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ હિસ્ટ્રી ડૉક્ટરને મળી જશે. આમ તમે માત્ર હોસ્પિટલમાં કે ડાક્ટર પાસે જઈને તમારા આભાકાર્ડનો ડિજિટલ આઈડી આપશો તો તમારું કામ થઈ જશે.’ આ પણ વાંચો :  શું છે આભા કાર્ડ, કેવી રીતે મળે છે તેનો લાભ, કઈ રીતે કરશો અરજીઆભા કાર્ડમાં લેબ ટેસ્ટના દરેક રિપોર્ટ પણ તેમાં સ્ટોર થઈ શકશે. પરિણામે અજાણ્યા ડૉક્ટર્સ પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે. આભા કાર્ડ ઇશ્યૂ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રેકોર્ડ બન્યા હશે તે તમામ રેકોર્ડ તેના પર આવી જશે. ગુજરાતના આંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માઘ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે. આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિન્ક કરી દેવામાં આવી છે. પરિણામે આભાકાર્ડ ધારકને વીમા કંપનીઓને સેવા પણ સરળતાથી મળી શકશે. દરેક દરદી હોસ્પિટલ્સ, વીમા કંપની અને ક્લિનિક સાથે તેનો આરોગ્યનો રેકોર્ડ આસાનીથી આપી પણ શકશે. 

આભા કાર્ડ હશે તો અકસ્માત વખતે પણ ઝડપી સારવાર ચાલુ થઈ જશે, એક ક્લિકમાં મળી જશે આખી હેલ્થ કુંડળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Abha Card Benefits : આભાકાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈપણ ખૂણે અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તેના આભા કાર્ડની મદદથી તમામ કેસ હિસ્ટ્રી મેળવી લઈને ભારતભરની હોસ્પિટલ્સમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે. આ આભાકાર્ડ આપ કોઈપણ જાતની તકલીફ વિના તમે તમારો આધારકાર્ડ અને અન્ય વિગતો ઓનલાઈન અપલોડ કરીને પોતે પણ ઇશ્યૂ કરાવી લઈ શકો છે.

અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનું કહેવું છે કે આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં રૂ. 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકારની પાંચ લાખ મળીને કુલ રૂ. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.

આભાકાર્ડના આઈડી નંબર આપશો એટલે તમારા હેલ્થની આખી કુંડળી ખૂલી જશે

આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તેમ શક્ય ન બને તો તમે અમદાવાદના 84માંથી કોઈપણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટેની ઓનલાઈન અરજી કરાવડાવીને ગણતરીની મિનિટોમાં કાર્ડ મેળવી શકો છો.

હા, તમારો મોબાઈલ ફોન નંબર આધારકાર્ડ સાથે લિન્ક થયેલો હોવો જરૂરી છે. તેમાં ઘરનું સરનામું અને તેના સ્વજનનો નંબર પણ મળી જશે. વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિન્ક કરી દેશે. પરિણામે સમય જતાં તેના થકી વીમા ક્લેઈમ પણ સેટલ થઈ શકશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં 28 લાખ વિદ્યાર્થીના ડિજિટલ રેકોર્ડ માટે APAAR -ID બનશે, જાણો શું થશે ફાયદો

આભા કાર્ડ ધરાવનારા કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેવા જવા પહેલા તેના જૂના રિપોટ્‌ર્સની ફાઈલ પણ લઈ જવી પડશે નહિ. આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈપણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર જ તમારા આરોગ્યનો સંપૂર્ણ રેકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે.

આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, તમારી બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ તેમ જ સારવાર દરમિયાન ડૉક્ટરે તમને આપેલી દવાઓ અને તેના ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે.

અમદાવાદના જ અર્બન હેલ્થ સેન્ટરના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, ‘શારીરિક તકલીફ થાય ત્યારે જૂના રેકોર્ડ કે ડૉક્ટર પાસે લીધેલી સારવારની ફાઈલ શોધવામાં તકલીફ પડે છે. પરંતુ જેમની પાસે આભા કાર્ડ હશે તેમને આ તકલીફ નડશે નહિ. માત્ર કાર્ડ લઈ જશો તો ડૉક્ટરને તમારી આખી હિસ્ટ્રી મળી જશે. 

કાર્ડ પણ ભૂલી જશો અને આભાકાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ હિસ્ટ્રી ડૉક્ટરને મળી જશે. આમ તમે માત્ર હોસ્પિટલમાં કે ડાક્ટર પાસે જઈને તમારા આભાકાર્ડનો ડિજિટલ આઈડી આપશો તો તમારું કામ થઈ જશે.’ 

આ પણ વાંચો :  શું છે આભા કાર્ડ, કેવી રીતે મળે છે તેનો લાભ, કઈ રીતે કરશો અરજી

આભા કાર્ડમાં લેબ ટેસ્ટના દરેક રિપોર્ટ પણ તેમાં સ્ટોર થઈ શકશે. પરિણામે અજાણ્યા ડૉક્ટર્સ પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે. આભા કાર્ડ ઇશ્યૂ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રેકોર્ડ બન્યા હશે તે તમામ રેકોર્ડ તેના પર આવી જશે. ગુજરાતના આંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માઘ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. 

ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે. આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિન્ક કરી દેવામાં આવી છે. પરિણામે આભાકાર્ડ ધારકને વીમા કંપનીઓને સેવા પણ સરળતાથી મળી શકશે. દરેક દરદી હોસ્પિટલ્સ, વીમા કંપની અને ક્લિનિક સાથે તેનો આરોગ્યનો રેકોર્ડ આસાનીથી આપી પણ શકશે.