Vadodaraના વાઘોડિયામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક: ચોરીમાં કશું ન મળતાં વિદેશી વિદ્યાર્થી પર ઘાતકી હુમલો

Aug 11, 2026 - 11:00
Vadodaraના વાઘોડિયામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક: ચોરીમાં કશું ન મળતાં વિદેશી વિદ્યાર્થી પર ઘાતકી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મોડી રાત્રે તસ્કરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. વાઘોડિયાના માડોધર રોડ પર આવેલી રણછોડ ધામ-2 સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સૌપ્રથમ સોસાયટીના એક બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક રહીશો જાગી જતાં ચોર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ બાજુમાં જ આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ભાડાના મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું.

ઘરમાં સૂતેલા વિદેશી યુવક પર કર્યો હુમલો

ચોરી કરવાના ઈરાદાથી મકાનમાં ઘૂસેલા તસ્કરોએ આખું ઘર ફેંદી માર્યું હતું, પરંતુ તેમને કોઈ રોકડ રકમ કે કિંમતી સામાન હાથ લાગ્યો ન હતો. કશુંય ન મળતાં રોષે ભરાયેલા તસ્કરોએ ઘરમાં શાંતિથી ઊંઘી રહેલા વિદેશી વિદ્યાર્થી પર અચાનક લોખંડના ભારે હથિયાર વડે માથાના ભાગે ઘાતક હુમલો કરી દીધો હતો. આ લોહિયાળ હુમલામાં વિદેશી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે રહીશોમાં ભારે આક્રોશ

ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટી અને માડોધર રોડ પરના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હિંસક તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અચાનક બનેલી આ હિંસાત્મક ઘટનાથી રણછોડધામ સોસાયટી અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ વાઘોડિયા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા કરીને રાત્રિ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0