Vadodaraના નંદેસરી GIDCમાં પર્યાવરણ સાથે ચેડાં, ખુલ્લી જગ્યામાં ઝેરી કેમિકલ ઠાલવતા બે ટેન્કર ઝડપાયા

Apr 12, 2026 - 20:00
Vadodaraના નંદેસરી GIDCમાં પર્યાવરણ સાથે ચેડાં, ખુલ્લી જગ્યામાં ઝેરી કેમિકલ ઠાલવતા બે ટેન્કર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ઔદ્યોગિક હબ ગણાતા નંદેસરી GIDC વિસ્તારમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને જોખમમાં મૂકતું એક ગંભીર કૃત્ય સામે આવ્યું છે. અહીં અવાવરું અને ખુલ્લી જગ્યામાં ઝેરી કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરવામાં આવી રહ્યો હતો. કંપનીઓ દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ માટેના નિયત પ્રોટોકોલનું પાલન કરવાને બદલે, તેને જાહેરમાં ઠાલવીને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

બાતમીના આધારે પોલીસની રેડ, બે ટેન્કર જપ્ત

આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે નંદેસરી પોલીસને સચોટ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નિર્ધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ઝેરી કેમિકલ ખાલી કરી રહેલા બે ટેન્કરો મળી આવ્યા હતા. પોલીસે બંને ટેન્કરોને મુદ્દામાલ તરીકે કબજે કરી લીધા છે. પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે કેમિકલ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

કઈ કંપનીઓનું પાપ? પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેમિકલ વેસ્ટ કઈ કંપનીઓ દ્વારા સગેવગે કરવામાં આવી રહ્યો હતો અને આ કૌભાંડમાં કયા મોટા માથાઓની સંડોવણી છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત, જપ્ત કરાયેલા કેમિકલના નમૂના લઈ તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. નંદેસરીમાં અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આ વખતે પોલીસ દ્વારા જવાબદાર કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0