Unjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ: પૂર્વ IAS એમ. એસ. પટેલની સંસ્થાનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી!

Oct 4, 2026 - 15:30
Unjha ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ: પૂર્વ IAS એમ. એસ. પટેલની સંસ્થાનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થાધામ એવા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને નવા હોદ્દેદારો મળ્યા છે. આજરોજ ઊંઝા ખાતે યોજાયેલી સંસ્થાનની મહત્વપૂર્ણ કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પૂર્વ આઈએએસ (IAS) અધિકારી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ એમ. એસ. પટેલ (મહેન્દ્ર પટેલ)ની વરણી કરવામાં આવી છે. આ નિર્ણય સાથે જ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના તમામ વહીવટી અને સામાજિક કાર્યોની કમાન હવે એમ. એસ. પટેલના હાથમાં સોંપાઈ છે.

કારોબારી બેઠકમાં લેવાયો નિર્ણય

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની કારોબારી બેઠકમાં પ્રમુખપદ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ સભ્યોની વરણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ (ખોરજ)ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજા ઉપપ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીને યથાવત રાખીને રીપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંસ્થાનના માનદ મંત્રી તરીકે મુકેશ એ. પટેલ (બડુ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

પૂર્વ આઈએએસ એમ. એસ. પટેલના અનુભવનો સંસ્થાનને મોટો લાભ મળશે

નવા નિમાયેલા પ્રમુખ એમ. એસ. પટેલ પૂર્વ સિવિલ સર્વન્ટ હોવાની સાથે સાથે વિશાળ વહીવટી ક્ષમતા અને રાજકીય તેમજ સામાજિક અનુભવ ધરાવે છે. તેમના નેતૃત્વ હેઠળ ઊંઝા ઉમિયા ધામ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા, સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને સંસ્થાનના વહીવટને વધુ પારદર્શક તથા સુદ્રઢ બનાવવાના દિશામાં કાર્યો હાથ ધરવામાં આવશે. નવીન કારોબારીની જાહેરાત થતાં જ સમગ્ર પાટીદાર સમાજ અને શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર ફરી વળી છે.

આ પણ વાંચો : Mehsanaથી ધાર્મિક સ્થળોએ જવું બન્યું આસાન! હરિદ્વાર માટે અઠવાડિયામાં 4 દિવસ અને દ્વારકા માટે નવી રાત્રિ ટ્રેન મળશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0