Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!

Oct 27, 2026 - 09:00
Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે થોડા દિવસો પૂર્વે બનેલી 85 વર્ષીય વૃદ્ધાની સનસનાટીભરી હત્યાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ઉકેલી નાખ્યો છે. સોનાના ઘરેણાંની લાલચમાં સંબંધોને લજવતો આ કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વૃદ્ધાની કરપીણ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેમની સગી ભાણેજ વહુએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી મહિલાએ પરિવારજનો વચ્ચે જઈને સૌથી વધુ આક્રંદ અને રોકકળ કરવાનો ઢોંગ કર્યો હતો, પરંતુ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે.

ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશીને દાતરડાના ઘા ઝીંક્યા

આરોપી ભાણેજ વહુ વૃદ્ધાના ઘરે ચા પીવાના બહાને સામાન્ય રીતે પહોંચી હતી.વૃદ્ધા એકલા હોવાનો લાભ ઉઠાવી, પૂર્વઆયોજિત કાવતરા મુજબ પોતાની સાથે લાવેલા તીક્ષ્ણ દાતરડા વડે વૃદ્ધાના ગળા પર ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.વૃદ્ધાએ પહેરેલા સોનાના ઘરેણાં ઝડપથી કાઢી લેવા માટે નિર્દયી બનીને તેમના કાન પણ કાપી નાખ્યા હતા અને દાગીના લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

હત્યા બાદ પરિવાર સાથે રોકકળનું તરકટ રચ્યું

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા કોઈને શંકા ન જાય તે રીતે ફરી મૃતકના ઘરે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો એકઠા થયા ત્યારે આરોપી ભાણેજ વહુ સૌથી આગળ રહીને મોટેમોટેથી રોકકળ કરવા લાગી હતી અને નિર્દોષ હોવાનો ઢોંગ રચ્યો હતો.જોકે, ઘટનાસ્થળે તપાસ કરી રહેલી નવાબંદર મરીન પોલીસની બાજ નજર તેની અસામાન્ય અને શંકાસ્પદ હિલચાલ પર પડી હતી.પોલીસ પૂછપરછમાં ગુનો કબૂલ્યો

નવાબંદર મરીન પોલીસે મહિલાની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને સોનાના દાગીના મેળવવાની લાલચે જ વૃદ્ધાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી ભાણેજ વહુની વિધિવત ધરપકડ કરી છે અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું લોહીવાળું દાતરડું કબજે કર્યું છે.લૂંટેલા સોનાના દાગીના ક્યાં છુપાવ્યા છે અથવા કોને વેચ્યા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0