Umreth By-Election 2026 : આખરી ચિત્ર સ્પષ્ટ:, 59.03 ટકા મતદાન, 4 મેના રોજ થશે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આખરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઉમરેઠમાં સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ 59.03 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થઈ ગયા છે અને સૌની નજર 4 મેના રોજ યોજાનારી મતગણતરી પર ટકેલી છે.
જે.વી. કોલેજ ખાતે થશે મતગણતરી
તંત્ર દ્વારા મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આણંદની જે.વી. કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ મથકો પરથી EVM મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી કેન્દ્ર પર લાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજકીય પાર્ટીના એજન્ટો અને આગેવાનોની હાજરી પણ અનિવાર્ય રાખવામાં આવી છે.
કોન્વોયનું થશે ડિજિટલ ટ્રેકિંગ
ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે માટે આ વખતે વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. મતદાન મથકોથી ગણતરી કેન્દ્ર સુધી EVM લઈ જતા વાહનોના કોન્વોયનું સતત ટ્રેકિંગ કરવામાં આવશે. જીપીએસ અને અન્ય ટેકનોલોજીની મદદથી આ મશીનો પર નજર રાખવામાં આવશે. ૪ મેના રોજ વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં ઉમરેઠનો જંગ કોણ જીત્યું તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો--- Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

