Umreth By-Election 2026 : ઉમરેઠ બેઠક પર અંદાજે 54.42 % મતદાન સાથે મતદાન પૂર્ણ, ઓડ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોના ભાવિ સીલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સવારથી જ મતદારોમાં જોવા મળેલો ઉત્સાહ સાંજ સુધી યથાવત રહ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજે મળેલા આંકડા મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમરેઠ બેઠક પર કુલ 54.42 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડો મોડી સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે.
છેલ્લા કલાકોમાં મતદાનની ગતિ વધી
આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, બપોરે 3 વાગ્યા સુધી 46. 65 ટકા મતદાન થયું હતું. જોકે, છેલ્લા બે કલાકમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. છેલ્લા 2 કલાકમાં જ 7.77 ટકા મતદાન થતા આંકડો 54 ટકાને પાર કરી ગયો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારોના ભાવિ હવે EVM મશીનમાં સીલ થઈ ગયા છે.
ઓડ ખાતે બનાવાયો ચુસ્ત સ્ટ્રોંગ રૂમ
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મશીનોને સુરક્ષિત રીતે સીલ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ EVM મશીનોની સાચવણી માટે ઓડ ખાતે ખાસ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. હવે રાજકીય પક્ષોની નજર 4 મે પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમરેઠનો તાજ કોના શિરે જશે તેનો ફેંસલો થશે.
આ પણ વાંચો---- Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

