Tapi: નવરાત્રિ પર્વ પર વાંધાજનક પોસ્ટથી વિવાદ વકર્યો; કોમેન્ટ કરનારા યુવકના ઘર પર ટોળાનો પથ્થરમારો

Oct 21, 2026 - 10:30
Tapi: નવરાત્રિ પર્વ પર વાંધાજનક પોસ્ટથી વિવાદ વકર્યો; કોમેન્ટ કરનારા યુવકના ઘર પર ટોળાનો પથ્થરમારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને તેના પર કરવામાં આવેલી વળતી કોમેન્ટના પગલે વાતાવરણ તંગ બની ગયું છે. વિશ્વ હિન્દુ પરિષદની નવરાત્રિ મહોત્સવની એક પોસ્ટ પર વિધર્મી યુવક દ્વારા અત્યંત વાંધાજનક અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતાં વિવાદ શરૂ થયો હતો. આ પોસ્ટના વિરોધમાં સ્થાનિક યુવક ગૌરવ ચૌધરીએ જવાબ આપતાં મામલો વધુ ઉશ્કેરાયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા 25 જેટલા શખ્સોના ટોળાએ ગૌરવ ચૌધરીના ઘર પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

નવરાત્રિ પર્વ પર વિવાદિત ટિપ્પણીથી શરૂ થયો વિવાદ

ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી નવરાત્રિ મહોત્સવની પોસ્ટ નીચે એક વિધર્મી યુવકે નવરાત્રિ પંડાલને લઈને અત્યંત અભદ્ર ટિપ્પણી કરી હતી.હિન્દુ આસ્થાના પ્રતીક સમાન પર્વનું અપમાન થતાં સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ જોવા મળ્યો હતો.આ દરમિયાન ગૌરવ ચૌધરી નામના યુવકે વિવાદિત પોસ્ટ સામે કમેન્ટ કરી વળતો જવાબ આપ્યો હતો.આ કમેન્ટ બાદ સામે પક્ષે રોષ ફેલાયો હતો અને મામલો ડિજિટલ પ્લેટફોર્મ પરથી રસ્તા પર આવી ગયો હતો.

ઘર પર પથ્થરમારો

વિવાદ વધતાં મોડી સાંજે ગૌરવ ચૌધરીની કમેન્ટથી નારાજ થઈને લઘુમતી સમાજના આશરે ૨૫ જેટલા શખ્સોનું ટોળું તેના ઘર પાસે ધસી આવ્યું હતું.ટોળા દ્વારા યુવકના ઘરને નિશાન બનાવીને જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના લીધે આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, પોલીસની હાજરી હોવા છતાં આ પથ્થરમારો થયો હતો અને તે સમયે પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.પોલીસ તંત્રની કથિત નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકો અને સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હિન્દુ સંગઠનોમાં આક્રોશ: કડક કાર્યવાહીની માંગ

ઘટનાની જાણ થતાં જ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા અને વાંધાજનક પોસ્ટ કરનાર તેમજ પથ્થરમારો કરનારા તત્વો સામે કડક પાસા (PASA) સહિતના પગલાં ભરવાની માંગણી કરી છે.કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાપી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.હાલ પોલીસે બંને પક્ષની રજૂઆતો અને સોશિયલ મીડિયા પોસ્ટના સ્ક્રીનશોટ મેળવી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતની દીકરી અડધી રાત્રે સુરક્ષિત ફરી શકે છે તે પોલીસને આભારી છે; પોલીસ સંભારણા દિવસે ગદગદ થયા મુખ્યમંત્રી!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0