Tapi Bridge : તાપી બ્રિજ પર 1 મહિના માટે ભારે વાહનોની અવરજવર પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ

Jul 10, 2025 - 22:30
Tapi Bridge : તાપી બ્રિજ પર 1 મહિના માટે ભારે વાહનોની અવરજવર પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, આ વૈકલ્પિક રૂટનો કરી શકાશે ઉપયોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે સરકાર એલર્ટ મોડમાં આવી છે અને રાજ્યભરમાં રહેલા જર્જરિત બ્રિજનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને બીજી વખત આ પ્રકારની દુર્ઘટના ના સર્જાય તે માટે પગલા લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે ભરૂચથી સુરત સુધીના NH 48 પર આવેલા તાપી બ્રિજના એક્સપાન્સન જોઈન્ટની સમારકામની કામગીરી કરવાની હોય બ્રિજ પર 1 મહિનો અવરજવર બંધ રહેશે.

બ્રિજ પર 10 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી કામગીરી ચાલશે

જો કે વાહનચાલકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પાડે તે માટે તંત્ર દ્વારા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ પર 10 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી કામગીરી ચાલશે અને કામ વહેલી તકે પૂર્ણ કરવાનું આયોજન છે. ત્યારે NH 48 પર આવેલા તાપી બ્રિજની ડાબી સાઈડ તરફથી આવતા ભારે વાહનોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ 6 તરફ જવા માટે રસ્તો ચાલુ છે. જ્યારે એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજૂરી નથી, જેથી હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ તેવો કરી શકશે.

ટ્રાફિક નિયમન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

જો કે 1 મહિના સુધી ટ્રાફિક નિયમન અંગે કોઈ સમસ્યાઓ ઉભી ના થાય અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે ટ્રાફિક નિયમન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડાયવર્ઝન વાળી જગ્યાએ રૂટ અંગેની દિશા બતાવતા બોર્ડ લગાવવા માટેની વ્યવસ્થા NHAIએ કરવાની રહેશે. જો તેમ કરવામાં કોઈ ચૂક થશે અને આકસ્મિક ઘટના બનશે તો તેના માટે જવાબદાર સંબંધિત વિભાગ રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0