Tapiના વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ, જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ

પેરવડ ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભારે વરસાદથી પેરવડ ગામે નદી પણ ગાંડીતૂર તાપી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,ત્યારે નદીઓ ઉફાન પર છે,વરસાદને પગલે વ્યારાની ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.નદીઓમાં પૂર આવતા કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે.પેરવડા, ભાખરી, સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.તો બીજી તરફ તાપી જિલ્લામાં ફરી જળબંબાકારીની સ્થિતિ સર્જાઈ છે. તાપી શહેરમાં પણ ભારે વરસાદ ડોલવણ, સોનગઢ, વ્યારામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેની વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.વ્યારા, વાલોડ, અને સોનગઢમાં ધોધમાર વરસાદ છે,સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે.કાંટી, આમથવા, શ્રાવણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે,સાથે ગ્રામ્યના ઓઝર, લવચાલી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ડોલવણમાં ઓલણ નદી ગાંડીતૂર તાપીના ડોલવણમાં નદીઓ ગાંડીતૂર બની છે.ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે,લો-લેવલ કોઝવે પર પાણી ફરી વતા રસ્તો બંધ થયો છે.રસ્તો બંધ થતા 7થી વધુ ગામનો સીધો સંપર્ક કપાયો છે.પંચોલ આશ્રમથી પીઠાદરા-અંતાપુર જતો રસ્તો બંધ થયો છે,વિરામ બાદ મેઘરાજાની ધબડાટી જોવા મળી છે.પંચોલ આશ્રમથી પીઠાદરા - અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.કોઝ વે પર પાણી ફરી વળતા સાતથી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો.શું કહે છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ 4થી 6 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સાથે સાથે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.7 સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે.  

Tapiના વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ, જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેરવડ ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો
  • ભારે વરસાદથી પેરવડ ગામે નદી પણ ગાંડીતૂર
  • તાપી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,ત્યારે નદીઓ ઉફાન પર છે,વરસાદને પગલે વ્યારાની ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.નદીઓમાં પૂર આવતા કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે.પેરવડા, ભાખરી, સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.તો બીજી તરફ તાપી જિલ્લામાં ફરી જળબંબાકારીની સ્થિતિ સર્જાઈ છે.

તાપી શહેરમાં પણ ભારે વરસાદ

ડોલવણ, સોનગઢ, વ્યારામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તેની વચ્ચે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.વ્યારા, વાલોડ, અને સોનગઢમાં ધોધમાર વરસાદ છે,સોનગઢના અંતરિયાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે.કાંટી, આમથવા, શ્રાવણિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે,સાથે ગ્રામ્યના ઓઝર, લવચાલી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થયા છે.


ડોલવણમાં ઓલણ નદી ગાંડીતૂર

તાપીના ડોલવણમાં નદીઓ ગાંડીતૂર બની છે.ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે,લો-લેવલ કોઝવે પર પાણી ફરી વતા રસ્તો બંધ થયો છે.રસ્તો બંધ થતા 7થી વધુ ગામનો સીધો સંપર્ક કપાયો છે.પંચોલ આશ્રમથી પીઠાદરા-અંતાપુર જતો રસ્તો બંધ થયો છે,વિરામ બાદ મેઘરાજાની ધબડાટી જોવા મળી છે.પંચોલ આશ્રમથી પીઠાદરા - અંતાપુર જતા રસ્તા પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.કોઝ વે પર પાણી ફરી વળતા સાતથી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો.


શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ 4થી 6 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સાથે સાથે સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.7 સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે.