Vadodara: નરાધમોની હવે ખેર નહીં...ભાયલી ગેંગરેપમાં આરોપીને કડક સજા માટે તખ્તો તૈયાર

સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ભાયલી ગેંગરેપમાં આરોપીને કડક સજા માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી 7 નવેમ્બરે કોર્ટ સમક્ષ હાજર કરવા સમન્સ મોકલવામાં આવ્યું છે. ગઈકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર કર્યા હતા. આરોપીઓ સામે 6 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. મુન્ના બનજારા, આફતાબ બનજારા અને શાહરૂખ બનજારાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસની તપાસમાં આરોપી શાહરૂખ બંજારાએ ચોંકાવનારી કબૂલાત કરી છે અને દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળ્યો છે. આરોપી શાહરૂખે પોલીસને કહ્યું કે, સમગ્ર ઘટનામાં મુન્નાનો જ વાંક છે. પહેલા શરૂઆત મુન્નાએ કરી હતી. મુન્નાએ પીડિતા અને તેમનાં મિત્ર સાથે દાદાગીરી કરી હતી. શાહરૂખે આગળ કહ્યું કે, મુન્નાએ પીડિતા અને તેના મિત્રને ખેંચી ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ સગીરાનાં મિત્રને ભગાડી મૂક્યો હતો.જાણો શું છે સમગ્ર મામલો?ભાયલી સેવાસી કેનાલ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે સેન માર્ટિન સોસાયટીની પાછળના ભાગમાં તા.4થી ઓક્ટોબરની મોડીરાતે 16 વર્ષની ઉંમરની ધો.11 સાયન્સની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુન્ના અબ્બાસ બનજારા (ઉ.વ.27) , મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા (ઉ.વ.36), શાહરુખ કિસ્મતઅલી બનજારા (ઉ.વ.26), સૈફઅલી મહેંદી હસન બનજારા (ઉ.વ.21) તેમજ અજમલ સત્તાર બનજારા (ઉ.વ.22) નો સમાવેશ થાય છે. ગેંગરેપની તપાસ કરવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. જેના દ્વારા તપાસ કરાઇ રહી છે. પ્રથમ તબક્કામાં ઉપરોક્ત પાંચે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આટલા ઓછા સમયમાં ગેંગરેપ જેવા બનાવની તપાસ પુરી થઈ શકી નહતી. જેથી વિભાગીય પોલીસ અધિક્ષક બી.એચ.ચાવડાએ ગુરુવારે કોર્ટ સમક્ષ વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ પણ આવા ગંભીર પ્રકારના ગુનામાં વિવિધ પાસાઓ પર ઈન્વેસ્ટીગેશન કરવા માટે પુરા રિમાન્ડ આપવા દલીલ કરી હતી. સુનાવણીના અંતે તમામ પાંચ આરોપીઓને વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કરવાનો ન્યાયાધિશ એમ.એમ. સૈયદે હુકમ કર્યો હતો.

Vadodara: નરાધમોની હવે ખેર નહીં...ભાયલી ગેંગરેપમાં આરોપીને કડક સજા માટે તખ્તો તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા વડોદરાનાં ભાયલી ગેંગરેપ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે ભાયલી ગેંગરેપમાં આરોપીને કડક સજા માટે તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી 7 નવેમ્બરે કોર્ટ સમક્ષ હાજર કરવા સમન્સ મોકલવામાં આવ્યું છે. 

ગઈકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર કર્યા હતા. આરોપીઓ સામે 6 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. મુન્ના બનજારા, આફતાબ બનજારા અને શાહરૂખ બનજારાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસની તપાસમાં આરોપી શાહરૂખ બંજારાએ ચોંકાવનારી કબૂલાત કરી છે અને દોષનો ટોપલો મુખ્ય આરોપી મુન્ના પર ઢોળ્યો છે. આરોપી શાહરૂખે પોલીસને કહ્યું કે, સમગ્ર ઘટનામાં મુન્નાનો જ વાંક છે. પહેલા શરૂઆત મુન્નાએ કરી હતી. મુન્નાએ પીડિતા અને તેમનાં મિત્ર સાથે દાદાગીરી કરી હતી. શાહરૂખે આગળ કહ્યું કે, મુન્નાએ પીડિતા અને તેના મિત્રને ખેંચી ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ સગીરાનાં મિત્રને ભગાડી મૂક્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો?

ભાયલી સેવાસી કેનાલ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે સેન માર્ટિન સોસાયટીની પાછળના ભાગમાં તા.4થી ઓક્ટોબરની મોડીરાતે 16 વર્ષની ઉંમરની ધો.11 સાયન્સની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો બનાવ બન્યો હતો. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુન્ના અબ્બાસ બનજારા (ઉ.વ.27) , મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા (ઉ.વ.36), શાહરુખ કિસ્મતઅલી બનજારા (ઉ.વ.26), સૈફઅલી મહેંદી હસન બનજારા (ઉ.વ.21) તેમજ અજમલ સત્તાર બનજારા (ઉ.વ.22) નો સમાવેશ થાય છે. ગેંગરેપની તપાસ કરવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. જેના દ્વારા તપાસ કરાઇ રહી છે. પ્રથમ તબક્કામાં ઉપરોક્ત પાંચે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આટલા ઓછા સમયમાં ગેંગરેપ જેવા બનાવની તપાસ પુરી થઈ શકી નહતી. જેથી વિભાગીય પોલીસ અધિક્ષક બી.એચ.ચાવડાએ ગુરુવારે કોર્ટ સમક્ષ વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈએ પણ આવા ગંભીર પ્રકારના ગુનામાં વિવિધ પાસાઓ પર ઈન્વેસ્ટીગેશન કરવા માટે પુરા રિમાન્ડ આપવા દલીલ કરી હતી. સુનાવણીના અંતે તમામ પાંચ આરોપીઓને વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કરવાનો ન્યાયાધિશ એમ.એમ. સૈયદે હુકમ કર્યો હતો.