Surendranagarમાં ખનન માફીયાઓ બેફામ,કલેક્ટરના આદેશ બાદ પણ લાલિયાવાડી

Jan 29, 2025 - 10:00
Surendranagarમાં ખનન માફીયાઓ બેફામ,કલેક્ટરના આદેશ બાદ પણ લાલિયાવાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ ખનન માફિયાનો પર્દાફાશ થયો. ગાંધીનગર સુધી ઓપરેશન પાતાળની ગુંજ પંહોચી. ખનન માફિયા સામે કાર્યવાહી કરતાં દરોડા પાડવામાં આવ્યા. કલેકટરે ખેતરમાં ચાલતા ગેરકાયદે ખોદકામને લઈને તપાસના આદેશ આપ્યા.આખી રાત દરોડા પાડ્યા ત્યારે ફ્કત 8 લોખંડના પાઇપો હાથ લાગ્યા.

દરોડામાં ખોદકામ

દરોડા દરમ્યાન ખેતરમાં ચાલતા ગેરકાયદે ખોદકામ કરતાં શ્રમિકો, વાહનો અને તેમના ઓજાર બધું ગાયબ જોવા મળ્યું.ખાણ ખનીજની ટીમે 4 કૂવા પકડ્યા. પરંતુ માફિયાઓ સાથે ચરખી જેસીબી કામ કરતા મજૂરો અને વાહનો બધું ગાયબ હતું. આખરે મોટો સવાલ થાય કે ખનન માફિયાઓને કોણ છાવરી રહ્યું છે ? સંદેશ ન્યૂઝની ટીમને જ્યારે શ્રમિકો અને તમામ વાહનો પણ મળે છે ત્યારે દરોડા પાડતા અધિકારીઓને કેમ કશું મળતું નથી. ખનન માફિયાઓને અગાઉથી કોણ જાણ કરે છે તે મોટો અને જટિલ સવાલ છે.

 દેખાડા પૂરતી કામગીરી 

અધિકારીઓને રોડ પર અવરજવર કરતા ખનન વાહનો કેમ નથી દેખાતા? ફોન કોલ્સની તપાસ થાય તો મોટા ખુલાસા થઈ શકે છે. શું અધિકારીઓ લાખોના હપ્તાથી નિયમો નેવે મૂકી રહ્યા છે? કલેક્ટરનો કડક આદેશ છતાપણ માત્ર દેખાવ પુરતી કામગીરી થઈ રહી છે. પોલીસ મામલતદાર આરટીઓ ખાણખનીજ આમાંથી કોણ વિલન બનીને ખનનમાફીયાઓને છાવરી રહ્યા છે. મહીને લાખોના હપ્તાઓ રુપીયાના વજન સામે નિયમો નેવે કોણ મુકી રહ્યા છે. કલેક્ટર યોગ્ય તપાસ કરાવે તો મોટો ધડાકો થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં રેત ખનના પર્દાફાશ બાદ કલેક્ટરના આદેશ બાદ પણ માત્ર દેખાવા પૂરતી કામગીરી જોવા મળી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0