Surendranagarમાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે

દેશમાં “બાળલકવા નાબુદી અભિયાન” અંતર્ગત સારા પરિણામો મળી રહ્યા છે, ત્યારે દેશમાંથી બાળલકવા નાબુદ કરવાના આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૦૮/૧૨/૨૦૨૪ થી તા.૧૦/૧૨/૨૦૨૪ એમ ત્રિ-દિવસીય “પોલિયો રસીકરણ અભિયાન” કાર્યક્રમ યોજાનાર છે. જેના સુચારૂ આયોજનનાં ભાગરૂપે કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ કમિટિની બેઠક પણ મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી. ગોહીલ, તમામ તાલુકા હેલ્થ ઓફીસર તેમજ શિક્ષણ અને આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. પોલીયોની ટીપા પીવડાવામાં આવશે આ કાર્યક્રમમાં ૨,૨૧,૪૪૯ બાળકને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાનાં ૮૫૯ બુથ ઉપર પોલિયો રસી પીવડાવવામાં આવશે. તેમજ ૧૭૧૯ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને પોલિયો રસી અપાશે. ૮૪ મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા, તેમજ બહારથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે. ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળાબજારમાં રસી પીવડાવવામાં આવશે. સુપરવાઈઝર રાખશે નજર આ કામગીરીની અસરકારક દેખરેખ માટે ૧૭૯ સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાનાં દિશા–નિર્દેશ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી ગોહીલનાં માર્ગદર્શન સહ જિલ્લા સુપરવાઈઝર વી.સી.પરમાર અને એન.આઇ.પ્રજાપતિ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી ગોહીલની યાદીમાં જણાવાયું છે.

Surendranagarમાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશમાં “બાળલકવા નાબુદી અભિયાન” અંતર્ગત સારા પરિણામો મળી રહ્યા છે, ત્યારે દેશમાંથી બાળલકવા નાબુદ કરવાના આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૦૮/૧૨/૨૦૨૪ થી તા.૧૦/૧૨/૨૦૨૪ એમ ત્રિ-દિવસીય “પોલિયો રસીકરણ અભિયાન” કાર્યક્રમ યોજાનાર છે. જેના સુચારૂ આયોજનનાં ભાગરૂપે કલેકટરશ્રીનાં અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક ટાસ્ક ફોર્સ કમિટિની બેઠક પણ મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી. ગોહીલ, તમામ તાલુકા હેલ્થ ઓફીસર તેમજ શિક્ષણ અને આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

પોલીયોની ટીપા પીવડાવામાં આવશે

આ કાર્યક્રમમાં ૨,૨૧,૪૪૯ બાળકને પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાનાં ૮૫૯ બુથ ઉપર પોલિયો રસી પીવડાવવામાં આવશે. તેમજ ૧૭૧૯ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને પોલિયો રસી અપાશે. ૮૪ મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા, તેમજ બહારથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે. ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળાબજારમાં રસી પીવડાવવામાં આવશે.

સુપરવાઈઝર રાખશે નજર

આ કામગીરીની અસરકારક દેખરેખ માટે ૧૭૯ સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાનાં દિશા–નિર્દેશ હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી ગોહીલનાં માર્ગદર્શન સહ જિલ્લા સુપરવાઈઝર વી.સી.પરમાર અને એન.આઇ.પ્રજાપતિ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી.જી ગોહીલની યાદીમાં જણાવાયું છે.