Surendranagarના લીંબડીમાં બંધ મકાનમાંથી 56 તોલા સોનાના બિસ્કિટ ચોરીનો ભેદ ઉકેલાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી રામદર્શન સોસાયટીના એક બંધ મકાનમાં થયેલી સોનાના બિસ્કિટની મોટી ચોરીનો ગુનો ઉકેલવામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને ચોરી આચરનાર ચાર પુરુષ અને એક મહિલા મળી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
રૂ.83.58 લાખની કિંમતનું સોનું રિકવર
પોલીસ ટીમે પકડેલા આરોપીઓની કડક પૂછપરછ કરીને તેમની પાસેથી ચોરીમાં ગયેલા 561 ગ્રામ (અંદાજે 56 તોલા) વજનના સોનાના બિસ્કિટ કબજે કર્યા છે, જેની બજાર કિંમત રૂ.83.58 લાખ આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.1.30 લાખની રોકડ રકમ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા અને ગુના સંબંધિત 4 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

કુલ રૂ.85.23 લાખનો મુદ્દામાલ જપ્ત, આગળની તપાસ ચાલુ
પોલીસે આરોપીઓ પાસેથી સોનું, રોકડ અને મોબાઈલ મળીને કુલ રૂ.85.23 લાખનો મુદ્દામાલ સફાઇપૂર્વક રિકવર કરી લીધો છે. લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ હાઈ-પ્રોફાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ જતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ લીંબડી પોલીસે તમામ પાંચેય આરોપીઓને સાથે રાખીને ચોરીની રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા અને આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

