Surendranagarના થાનગઢની જામવાળી ગ્રામ પંચાયત બની સમરસ, સરપંચ પદે મહિલાની વરણી

Jun 11, 2025 - 10:00
Surendranagarના થાનગઢની જામવાળી ગ્રામ પંચાયત બની સમરસ, સરપંચ પદે મહિલાની વરણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના થાનગઢમાં જામવાળીમાં સરપંચ પદે મહિલાની વરણી કરાઇ છે, 2000 થી વધુ લોકોની વસ્તી ધરાવતુ ગામ બન્યું સમરસ અને છેલ્લી 3 ટર્મથી ગામ પંચાયત સમરસ બને છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી

થાનગઢ તાલુકાના જામવાળી ગામે આ વખતે પણ સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી દર વખતની જેમ ગામના લોકોના સાથ સહકાર અને વડીલોના માર્ગદર્શનથી તેમજ યુવાઓ દ્વારા ગ્રામ પંચાયત સમરસ બનાવી, જેમાં આ વખતે મહિલા સરપંચ બનાવવામાં આવ્યા તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2006 પછી ગ્રામ પંચાયત સમરસ બને છે

જામવાળી ગામની 2000 થી વધુ વસ્તી ધરાવતું તેમજ 1300 થી વધારે મતદાન ધરાવતા ગામમાં માત્ર 2006માં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી આ સિવાય ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી, જામવાળી ગામમાં બધા લોકો સાથે હળી મળીને રહે તેવી ભાવના જળવાઈ રહે અને ગામની અંદર રસ્તા પાણી વીજળી શિક્ષણ તેમજ સારી એવી બધી સુવિધાઓ મળતી હોય છે, ત્યારે ગામના લોકો ગામનો વિકાસ થાય તે માટે ગ્રામ પંચાયતને દરેક વખતે સમરસ બનાવે છે અને સમરસ ગ્રામ પંચાયત બનતા સરકારના યોજનાઓ દ્વારા ગામની અંદર લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરે છે.

બનાસકાંઠાની વડગામની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે, વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને જોઈતા ગ્રામ પંચાયતની સુકાન મહિલાઓના હાથમાં ગ્રા.પં.ના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાઈ છે, ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી કરાઈ છે અને ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ-ડે.સરપંચ ચૂંટ્યા છે અને વોર્ડના સભ્યોની અગાઉ બિનહરીફ વરણી કરાઈ હતી.

મોરબીની નવા ઇસનપુર ગ્રામ પંચાયત બની સમરસ

મોરબીની નવા ઇસનપુર પંચાયત બની સમરસ જેમાં ગામના સરપંચ તરીકે ધીરજ પરમાર અને પરસોત્તમ પરમારને ઉપ સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે, ગ્રામજનો એક છે અને તેને લઈને ગામમાં ઉત્સાહનો પણ માહોલ છે.

બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. રૂપનગર ગ્રામ પંચાયતની આ પ્રથમ ચૂંટણી હતી.બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે. ગ્રામજનો સાથે બાયડ ધારાસભ્ય મામલતદાર કચેરી પહોંચ્યા હતાં. મામલતદારને સમરસ કરવા સહીઓવાળો લેખિત પત્ર આપ્યો હતો. ધારાસભ્ય ધ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે.

સમરસ ગ્રામ પંચાયત એટલે શું જાણો

સમરસ ગ્રામ પંચાયત-એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચુંટણી ન કરવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0