Surendranagar:દાડમના ભાવ એકાએક તળિયે બેસી જતા ઝાલાવાડના ખેડૂતો મૂંઝાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાલાવાડમાં સૌથી વધારે કપાસની ખેતી બાદ ખેડૂતો મોટા પ્રમાણમાં દાડમની પણ ખેતી કરી રહયા છે ત્યારે કપાસના ભાવ બેસી જવાની ભીતી વચ્ચે હાલ દાડમના ભાવ એકાએક તળીયે બેસી જતા ઝાલાવાડના ખેડૂતો મુંઝવણમાં મુકાતા કપાસની જેમ દાડમની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારીત વિસ્તાર છે અહી સૌથી વધારે કપાસની અને ત્યાર બાદ હાલ બાગાયતી ખેતીમાં ખેડૂતોએ રસ દાખવી અનેક ખેડૂતો દાડમની ખેતી પણ કરી રહયા છે.હાલ સ્થાનીક કપાસની સીઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે સરકાર દ્વારા વિદેશી કપાસની આયત ઉપર છુટ જાહેર કરતા સ્થાનીક કપાસના ભાવ પણ તળીયે બેસી જવાની ભીંતી સેવાઇ રહી છે.કપાસના પાકમાં પાક હાથમાં આવવાની તૈયારી હોય ત્યારે જ અતીવૃષ્ટી જેવી સ્થિતી સર્જાતા ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઇ જાય છે.જેથી ખેડૂતો ધીમેધીમે બાગાયતી ખેતીમાં વધારે આવક મળવાની લાલચે દાડમની ખેતી કરી રહયા છે.ઝાલાવાડમાં અનેક ખેડૂતોએ દાડમની ખેતી કરી હજારો છોડનું વાવેતર કર્યુ છે.દાડમના ખેડૂતોને પ્રતિ કિલો 85 રૂ.થી 105 રૂ.સુધીના ભાવ મળતા હતા.પરંતુ હાલ ખેડૂતોનો દાડમનો પાક હાથમાં આવ્યો ત્યારે એકાએક દાડમના ભાવ ધડામ દઇને તળીયે બેસી જતા દાડમની ખેતી કરતા ખેડૂતો ઉપર આભ તુટી પડયા જેવી સ્થિતી સર્જાઇ છે. જેથી સરકાર કપાસની ટેકાના ભાવે ખરીદી કરે છે એવી રીતે દાડમની પણ ખરીદી ટેકાના ભાવે શરૂ કરે તો આવા કપરા સમયમાં ખેડૂતોને મદદ મળી રહે એટલે ખેડૂતોની માંગ ઉઠી છે.
કપાસ-દાડમ પાકના બંને ખેડૂતો મૂંઝાયા
વિદેશી કપાસની આયાત ઉપર કર મુકિત કરતાની સાથે જ હાલ સ્થાનીક કપાસની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે કપાસના ભાવ તળીયે બેસી જવાની ભીંતી સેવાઇ રહી છે એવામાં દાડમનો પાક તો તૈયાર થઇ ગયો છે એવા સમયે ભાવ એકાએક તળીયે બેસી જતા દાડમની ખેતીવાળા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા છે.
ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી જ સ્થિતિ થાય છે. દાડમની સીઝનના સમયે જ એકાએક ભાવ તળીયે બેસી ગયા છે અનેક ખેડૂતોના દાડમના પાકમાં બેકટેરીયલ બ્લાઇડ(ફંગશ)નો રોગ આવવાના કારણે અનેક ખેડૂતોએ દાડમ છોડ ઉપરથી ઉતારીને ફેકી દેવાની સ્થિતી સર્જાઇ છે.આમ ભાવ તળીયે બેસી ગયા અને રોગ પણ આવ્યો જેથી ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે.
ડુંગળી-બટેકા કરતાં દાડમ સસ્તા
બટેકાના કિલોના ભાવ 25 રૂપીયા,ડુંગળીના 30 રૂપીયા અને દાડમના કિલોના ભાવ માત્ર 20 રૂપીયા થઇ જવાના કારણે દાડમની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ જવા પામી છે.
What's Your Reaction?






