Surendranagar:જનતામાં આક્રોશ : પ્રાથમિક સુવિધાની માંગ સાથે સુરેન્દ્રનગર-વઢવાણ રોડ ચક્કાજામ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યાઓની ભરમાર ઘટવાના બદલે વધતી જાય છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પહોંચતી ન હોવાની અનેકવાર રાવ ઉઠે છે. ત્યારે દરેક સમસ્યાઓમાં નાગરીકો જે રીતે ચક્કાજામનું શસ્ત્ર ઉગામે છે તે જ રીતે વઢવાણના મુળચંદ રોડ પર આવેલ કેસરીયા બાલમ વિસ્તારના લોકોએ સોમવારે ચક્કાજામ કર્યો હતો. શહેરના મુખ્ય ગણાતા એવા સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર વિક્રમ ફાર્મ પાસે મહિલાઓ રસ્તા પર બેસી ગઈ હતી. અને રસ્તા, પાણી, લાઈટ સહિતની સુવિધાઓની માંગ કરી હતી. મહિલાઓએ રોષ સાથે જણાવ્યુ કે, અંદાજે પાંચેક વર્ષના સમયથી અમો આ વિસ્તારમાં રહીએ છીએ તેમ છતાં પાયાની એવી સુવિધાઓ અમોને હજુ સુધી મળી નથી. આ વિસ્તારમાં વરસાદી પાણીનો પણ થતો ભરાવો દુર કરવા લોકમાંગ ઉઠી હતી. ચક્કાજામને પગલે બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી. જયારે મનપાના અધીકારીઓએ પણ દોડી જઈને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે 2 કલાક કરતા વધુ સમય સુધી ચક્કાજામ રહેતા વાહનચાલકોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.
What's Your Reaction?






