Surendranagar:ચૂડાના સોનઠા બાદ હવે દસાડાના કચોલિયામાં પ્લોટ બાબતે પળોજણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દસાડા તાલુકાના કચોલીયા ગામે ગત તા. 24-1-25 ના રોજ પ્લોટની જાહેર હરરાજી કરાઈ હતી. જેમાં 7 પ્લોટની હરાજી થઈ હતી. આ 7 માંથી 3 પ્લોટ લેનારે 25 ટકા રકમ તે જ દિવસે અને બાકીની રકમ બાદમાં ચુકવી દીધી છે. બીજી તરફ અન્ય 4 વ્યકતિઓ દ્વારા કોઈ રકમ હજુ સુધી ન ચુકવતા પ્લોટનો કબજો અપાયો નથી. ત્યારે આ અંગે સોમવારે જિલ્લા વિકાસ અધીકારીને લેખીત રજુઆત કરી બાકીના લાભાર્થીને નાણા ભરાવવા અથવા તો પ્લોટની ફાળવણી રદ્દ કરવા માંગ કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પંચાયત હસ્તકના પ્લોટની અવારનવાર હરાજી થતી હોય છે. આ હરાજીમાં લાગતા-વળગતાઓ ને પ્લોટની ફાળવણીની અનેકવાર રાવ ઉઠે છે. તાજેતરમાં જ ચુડાના સોનઠા ગામે 47 પ્લોટની મળતીયાઓને ફાળવણીની રજુઆત બાદ જિલ્લા વિકાસ અધીકારીએ સમગ્ર હરાજી જ રદ્દ કરી દેવાનો હુકમ કર્યો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યારે દસાડા તાલુકાના કચોલીયા ગામે પ્લોટની પળોજણ સામે આવી છે. મળતી માહીતી મુજબ દસાડાના કચોલીયા ગામે આવેલ 7 પ્લોટની હરાજીની કાર્યવાહી અંદાજે 2 વર્ષ પહેલા હાથ ધરાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતમાં એક જ પરીવારના સભ્યોને પ્લોટની ફાળવણી અંગેની કાર્યવાહી શરૂ થતા ઉચ્ચકક્ષાએ રજુઆતો થઈ હતી. અને પારદર્શક હરાજીની માંગ ઉઠી હતી. આથી કલેકટરે તા.4-01-25ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે હરાજીનો હુકમ કર્યો હતો. પરંતુ રાજકીય દબાણને લીધે પોલીસ બંદોબસ્ત ન ફાળવાતા હરાજીની કાર્યવાહી અટકી પડી હતી. ત્યારબાદ તા. 24-1-25ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે જાહેર હરાજી થઈ હતી. જેમાં સરકારને 75 લાખ રૂપીયાની આવક અને જરૂરીયાતમંદોને પ્લોટ મળ્યા છે. જેમાં પ્લોટ લેનાર ભરતભાઈ કેવલભાઈ પટેલ સહિત 3 વ્યકતીઓએ તુરંત પ્લોટની રકમની 25 ટકા રકમ ભરી હતી. જયારે બાકીની રકમ પણ બાદમાં ભરી દીધી હતી. જયારે અન્ય 4 વ્યકિતઓએ રકમ જ ભરી નથી. આથી પૈસા ભરનાર લોકોને પણ પ્લોટની સનદ કે કબજો અપાયો નથી.
What's Your Reaction?






