Surendranagar: હવે... સુરેન્દ્રનગરમાં પૂર્વ પાલિકા પ્રમુખની સરકારી કારનો વિવાદ

Jun 21, 2025 - 03:00
Surendranagar: હવે... સુરેન્દ્રનગરમાં પૂર્વ પાલિકા પ્રમુખની સરકારી કારનો વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશનના કમિશ્નર દ્વારા બે સરકારી કારનો ઉપયોગ કરાતો હોવાની બાબત સામે આવ્યા બાદ બીજી કાર સુરેન્દ્રનગર ખાતેના ઘર માટે નહી પંરતુ રાજકોટના નિવાસસ્થાન માટે વપરાતા હોવાનો સ્ટાફમાં જ અંદરોઅંદર ગણગણાટ થતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે સદર મામલે ઝીણવટભરી તપાસ કરાવાય તો ખુલાસો થઇ શકે હોવાનો સૂર પણ જાગૃત શહેરીજનો વધુમાં વ્યકત કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પુર્વ પાલીકા પ્રમુખની સરકારી નવી ગાડી કોર્પોરેશન અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં દેખાતી ન હતી.એવામાં કમીશ્નર બે ગાડી વાપરતા હોવાની બાબત સામે આવ્યા બાદ કોર્પોરેશનના વાહનોની જવાબદારી સંભાળતા દેવાંગ દૂધરેજીયાને પુછતા તેઓ નવી ઇનોવા કાર અને પુર્વ પાલીકા પ્રમુખની એક્ષ એલ-6 ગાડી કમીશ્નર નવનાથ ગવ્હાણે અહી ઘેર વાપરે છે. પંરતુ અહી ઘેર તપાસ કરતા પુર્વ પાલિકા પ્રમુખની ગાડી જોવા મળી ન હતી.આ બાબતે સ્ટાફમાં જ આ ગાડી રાજકોટ ઘેર વપરાતી હોવાનો અંદરો અંદર ગણગણાટ ચાલી રહયો હતો.જેથી કમીશ્નર બે ગાડી વાપરતા હોવાનુ તો ખુદ સ્ટાફ જ નિવેદન આપે છે પરંતુ બીજી એક્ષએલ-6 કાર રાજકોટ વપરાતી હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતની ઉંડાણ પુર્વક તપાસ કરાવાય તો સરકારી ગાડીઓનો કયા અને કેવી રીતે ઉપયોગ થાય છે એ બહાર આવી શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0