Surendranagar: સુરેન્દ્રનગરમાં ફરજમાં બેદરકારી દાખવનાર 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં શિયાળાની ઠંડીનો સુસવાટો વધતા પોલીસ કર્મચારીઓના ગુટલી મારવાના બનાવો પણ વધી ગયા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આવા ગુટલી બાજ કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. જેમાં લીંબડી સબ જેલમાં ફરજ પર ગેરહાજર જણાયેલા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ ર કર્મીઓની દેવભુમી દ્વારકા બદલી કરાઈ છે. જયારે નીયમીત યોજાતી પરેડમાં ગેરહાજર રહેનાર 137 પોલીસ કર્મીઓને રૂ.2,500-2,500નો દંડ ફટકારાયો છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા ફરજમાં બેદરકારી દાખવનાર અને શિસ્તભર્યા પગલાં ન ભરનાર કર્મીઓ સામે લાલ આંખ કરી રહ્યા છે. હજુ અઠવાડિયા પહેલા જ ટ્રાફીક પોઈન્ટ પર ગેરહાજર રહેનાર મહિલા પોલીસ કર્મીને સસ્પેન્શનનો હુકમ અપાયો હતો. ત્યારે વધુ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ રાતના સમયે સબ જેલ પર હાજર કર્મીઓ બાબતે ચેકીંગ કર્યુ હતુ. જેમાં 4 કર્મચારીઓ ફરજ પર ગેરહાજર જણાયા હતા. ત્યારે આ અંગેનો રીપોર્ટ જિલ્લા પોલીસ વડાને કરાયો હતો. જેમાં તા. 17-12ના રોજ સાંજે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. બીજી તરફ જિલ્લામાં ડીવીઝન વાઈઝ અઠવાડીયામાં બે વખત પોલીસ પરેડનું આયોજન કરાય છે. જેમાં પોલીસ કર્મચારીઓને ફરજીયાત ભાગ લેવાનો હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરેડમાં 150 જેટલા કર્મચારીઓ પોલીસ પરેડમાં ગેરહાજર જણાયા હતા. આ વાત ધ્યાને આવતા તમામ પોલીસ કર્મીઓને નોટીસ આપી એસ.પી. સમક્ષ હાજર રહેવા જણાવાયુ હતુ. જેમાંથી 13 પોલીસ કર્મચારીઓના ગેરહાજરીના કારણ વ્યાજબી જણાયા હતા. જયારે 137 કર્મચારીઓએ પરેડમાં ગુલ્લી મારી હોવાનું ધ્યાને આવતા તમામને 2500-2500 રૂપિયાનો દંડ કરાયો છે. જિલ્લા પોલીસ વડાના આકરા વલણથી હોતી હૈ, ચલતી હૈ કરનાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત રેન્જ આઈજી અશોકકુમાર યાદવે રેંજના ત્રણ પોલીસ કર્મીઓને દેવભુમી દ્વારકા જિલ્લામાં વહીવટી કારણોસર જાહેર હીતમાં બદલી કરી છે. જેમાં સુરેન્દ્રનગરના હેડ કોન્સ્ટેબલ બળવંતસીંહ મનુભાઈ ચૌહાણ અને લોકરક્ષક પ્રશાંત ખીમાભાઈ વસરાને દેવભુમિ દ્વારકા મુકાયા છે. આ બન્ને ઉપરાંત મોરબી જિલ્લાના હેડ કોન્સ્ટેબલ નંદલાલ દેવજીભાઈ વરમોરાને પણ દેવભુમિ દ્વારકા મુકાયા છે. આ બદલીઓના ઓર્ડરમાં કારણ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં દર્શાવાયુ છે. પરંતુ પોલીસ બેડામાં આ બદલીને લઈને ગણગણાટ શરૂ થયો છે.

Surendranagar: સુરેન્દ્રનગરમાં ફરજમાં બેદરકારી દાખવનાર 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં શિયાળાની ઠંડીનો સુસવાટો વધતા પોલીસ કર્મચારીઓના ગુટલી મારવાના બનાવો પણ વધી ગયા છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આવા ગુટલી બાજ કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. જેમાં લીંબડી સબ જેલમાં ફરજ પર ગેરહાજર જણાયેલા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ ર કર્મીઓની દેવભુમી દ્વારકા બદલી કરાઈ છે. જયારે નીયમીત યોજાતી પરેડમાં ગેરહાજર રહેનાર 137 પોલીસ કર્મીઓને રૂ.2,500-2,500નો દંડ ફટકારાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયા ફરજમાં બેદરકારી દાખવનાર અને શિસ્તભર્યા પગલાં ન ભરનાર કર્મીઓ સામે લાલ આંખ કરી રહ્યા છે. હજુ અઠવાડિયા પહેલા જ ટ્રાફીક પોઈન્ટ પર ગેરહાજર રહેનાર મહિલા પોલીસ કર્મીને સસ્પેન્શનનો હુકમ અપાયો હતો. ત્યારે વધુ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ રાતના સમયે સબ જેલ પર હાજર કર્મીઓ બાબતે ચેકીંગ કર્યુ હતુ. જેમાં 4 કર્મચારીઓ ફરજ પર ગેરહાજર જણાયા હતા. ત્યારે આ અંગેનો રીપોર્ટ જિલ્લા પોલીસ વડાને કરાયો હતો. જેમાં તા. 17-12ના રોજ સાંજે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. બીજી તરફ જિલ્લામાં ડીવીઝન વાઈઝ અઠવાડીયામાં બે વખત પોલીસ પરેડનું આયોજન કરાય છે. જેમાં પોલીસ કર્મચારીઓને ફરજીયાત ભાગ લેવાનો હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી પરેડમાં 150 જેટલા કર્મચારીઓ પોલીસ પરેડમાં ગેરહાજર જણાયા હતા. આ વાત ધ્યાને આવતા તમામ પોલીસ કર્મીઓને નોટીસ આપી એસ.પી. સમક્ષ હાજર રહેવા જણાવાયુ હતુ. જેમાંથી 13 પોલીસ કર્મચારીઓના ગેરહાજરીના કારણ વ્યાજબી જણાયા હતા. જયારે 137 કર્મચારીઓએ પરેડમાં ગુલ્લી મારી હોવાનું ધ્યાને આવતા તમામને 2500-2500 રૂપિયાનો દંડ કરાયો છે. જિલ્લા પોલીસ વડાના આકરા વલણથી હોતી હૈ, ચલતી હૈ કરનાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઉપરાંત રેન્જ આઈજી અશોકકુમાર યાદવે રેંજના ત્રણ પોલીસ કર્મીઓને દેવભુમી દ્વારકા જિલ્લામાં વહીવટી કારણોસર જાહેર હીતમાં બદલી કરી છે. જેમાં સુરેન્દ્રનગરના હેડ કોન્સ્ટેબલ બળવંતસીંહ મનુભાઈ ચૌહાણ અને લોકરક્ષક પ્રશાંત ખીમાભાઈ વસરાને દેવભુમિ દ્વારકા મુકાયા છે. આ બન્ને ઉપરાંત મોરબી જિલ્લાના હેડ કોન્સ્ટેબલ નંદલાલ દેવજીભાઈ વરમોરાને પણ દેવભુમિ દ્વારકા મુકાયા છે. આ બદલીઓના ઓર્ડરમાં કારણ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં દર્શાવાયુ છે. પરંતુ પોલીસ બેડામાં આ બદલીને લઈને ગણગણાટ શરૂ થયો છે.