Surendranagar: સાયલામાં તસ્કરો દીકરીનાં લગ્ન માટે બનાવેલ દાગીના ચોરી ગયા

Apr 20, 2026 - 07:00
Surendranagar: સાયલામાં તસ્કરો દીકરીનાં લગ્ન માટે બનાવેલ દાગીના ચોરી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ખેત મજૂરી કરતા પરિવારના સભ્યો સુતા હતા. ત્યારે ઘરમાં રાતના સમયે બંધ રૂમની બારી તોડી પ્રવેશેલા તસ્કરોએ અંદર રાખેલા દાગીનાની ચોરી કરવાની બનેલ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટનામાં ભોગ બનનાર વિનુભાઈ હમીરભાઇ અધારાના પરીવારની મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા તેમનું ખેતર વેંચતા આવેલ રકમમાંથી નાની દીકરીના લગ્ન માટે સોનાનાં ઘરેણા બનાવ્યા હતા. તે તથા પરિવારના સભ્યોના દાગીનાની ચોરી થતા શ્રામિક પરીવાર પર આભ ફટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય પરીવારની મરણમૂડીની ચોરી બાબતે પોલીસ દ્વારા ઘરે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં કોઈ નજીકનું જાણભેદુ સંડોવાયેલું હોવાની આશંકા પણ પ્રબળ બની છે. શ્રામિક પરીવારના મકાનમાં બનેલ ચોરીની ઘટનાથી આજુબાજુના લોકોમાં પણ તસ્કરોનો ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં સોનાની કિંમત જોતા લાખોની મતા ઉઠાવી જનાર તસ્કરનું પગેરુ ગોતવા પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા સાથે આજુબાજુના લોકોની પણ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0