Surendranagar: સરકારી માધ્યમિક હાઈસ્કૂલોમાં 88 શિક્ષણ સહાયકોને ઓર્ડર અપાયા

Jul 27, 2025 - 03:30
Surendranagar: સરકારી માધ્યમિક હાઈસ્કૂલોમાં 88 શિક્ષણ સહાયકોને ઓર્ડર અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી માધ્યમીક હાઈસ્કુલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ હતી. આ જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવાતુ હતુ. ત્યારે રાજયના શિક્ષણ વિભાગે ગત ઓકટોબર 2024માં સમગ્ર રાજયમાં 1200 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 95 શિક્ષણ સહાયકોને ડોકયુમેન્ટ વેરીફીકેશન અને ઓર્ડર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાને ફાળવાયેલ 95માંથી 88 શિક્ષણ સહાયકો ઉપસ્થીત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હાઈસ્કુલ, મોડેલ સ્કુલમાં માધ્યમીક વિભાગમાં શિક્ષકોની ઘટ જોવા મળતી હતી. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં આવેલી આ હાઈસ્કુલો સ્થાનીક વિદ્યાર્થીઓ માટે લાભદાયક રહે છે. જેમાં પણ વિદ્યાર્થીનીઓને પ્રાથમીકના ધો. 1 થી 8ના અભ્યાસ માટે તાલુકા મથકે ન જવુ પડે તે માટે ગામમાં જ ધો. 10 સુધી અભ્યાસ થાય છે. પરંતુ આ હાઈસ્કુલોમાં શિક્ષકોની વર્ષોથી ઘટ રહેતી હતી. જેમાં પ્રવાસી શિક્ષકો થકી બાળકોનો અભ્યાસ થતો હતો. ત્યારે રાજયના શિક્ષણ વિભાગે ગત ઓકટોબર 2024માં સરકારી હાઈસ્કુલોના માધ્યમીક વિભાગ ધો. 9 અને 10 માટે શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત કરી હતી. જેમાં રાજયમાં 1200 શિક્ષણ સહાયકોની ભરતી થનાર હતી. આ જાહેરાત બહાર પડયા બાદ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ, શાળા પસંદગી અને બાદમાં તા. 19 જુલાઈથી શાળા ફાળવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 95 શિક્ષણ સહાયકો ફાળવાયા હતા. આ શિક્ષકોના ડોકયુમેન્ટ વેરીફીકેશન અને ઓર્ડર એનાયત કરવાનો કાર્યક્રમ શહેરની જે.એન.વી. હાઈસ્કુલમાં યોજાયો હતો. જેમાં ફાળવાયેલા 95માંથી 88 શિક્ષકો હાજર રહ્યા હતા. જયારે 7 ગેરહાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નીરીક્ષક કે.એન.બારોટ સહિતના માર્ગદર્શનથી ડોકયુમેન્ટ વેરીફીકેશન કરાયા હતા. જયારે સાંજના સમયે શિક્ષકોને ઓર્ડર એનાયત થયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0