Surendranagar: લીંબડીમાં જુગારીઓ બેફામ, દરોડા પાડી પરત ફરતી વખતે પોલીસ પર હુમલો
સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડી પરત ફરી રહેલી પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડી પરત ફરી રહેલી પોલીસ ટીમના જીઆરડી જવાનને ઘેરાવ કરીને ટોળાએ માર પણ માર્યો છે.લીંબડીના નાની કઠેચી ગામે જુગારીઓ બેફામ બન્યા લીંબડી તાલુકાના પાણશિણા પોલીસ સ્ટેશનની ટીમે નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડયો હતો, તે દરમિયાન ઘટના સ્થળે મોટર સાયકલ બાઈક લેવા ગયેલા જીઆરડી જવાન અલ્પેશભાઈ ભોપાભાઈ કઠેચીયાને જુગારીઓ દ્વારા જ માર મારવામાં આવ્યો છે, ત્યારે હાલમાં આ પોલીસ જવાનને સારવાર માટે રાણાગઢ સીએચસી ખાતે ખસેડાયો છે. GRD જવાનનો ઘેરાવ કરીને ટોળાએ મારમાર્યો તમને જણાવી દઈએ કે જુગારના અડ્ડા પાસે તેનુ બાઈક લેવા ગયેલા જીઆરડી જવાનને ત્યાં અડ્ડા પાસે ઉભેલા કેટલાક લોકોએ ખેંચી લઈને માર માર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. જો કે આ ઘટનાની જાણ થતા પાણશિણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલમાં હુમલાખોરોને ઝડપી લેવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. સાયલા પંથકમાં રાજકીય આગેવાનના ઘરમાં ચોર ઘૂસ્યો, લોકોએ ઝડપ્યો સાયલા પંથકમાં ધજાળા ગામમાં આવેલા પોલીસ સ્ટેશનથી સાવ નજીક રહેતા રાજકીય આગેવાનના બંધ મકાનમાં બપોરના સમયે ચોર ઘૂસ્યો હતો અને ઘરમાં રાખેલી રોકડ, દાગીનાની થેલી લઈ જતા કોઈ જોઈ જતાં દેકારો મચી જવા પામ્યો હતો અને ગામલોકોએ તેની પાછળ દોડીને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આવી જ રીતે અન્ય એક ઘટનામાં સાયલાના મુળી દરવાજા પાસે આવેલા રામદેવપીરના મંદિરમાંથી ચાંદીનું છત્ર કોઈ ચોરી ગયાની જાણ થતાં પૂજારી, સેવકો દ્વારા પોલીસને બોલાવાઈ હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું ના હતું. કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો પૂર્વ સાંસદ સવસીભાઈ મકવાણાના પૌત્ર અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાલ મકવાણાના બંધ ઘરમાં ઘૂસી તસ્કરી હાથ ફેરો કર્યા બાદ દીવાલ કૂદીને જતાં સમયે ગામના લોકો જોઈ જતાં તેને ઝડપી લીધો હતો. સાયલા તાલુકામાં તસ્કરોને ખાખીનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ધોળા દિવસે તસ્કરીના બે બનાવોથી કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડી પરત ફરી રહેલી પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડી પરત ફરી રહેલી પોલીસ ટીમના જીઆરડી જવાનને ઘેરાવ કરીને ટોળાએ માર પણ માર્યો છે.
લીંબડીના નાની કઠેચી ગામે જુગારીઓ બેફામ બન્યા
લીંબડી તાલુકાના પાણશિણા પોલીસ સ્ટેશનની ટીમે નાની કઠેચી ગામે જુગારનો દરોડો પાડયો હતો, તે દરમિયાન ઘટના સ્થળે મોટર સાયકલ બાઈક લેવા ગયેલા જીઆરડી જવાન અલ્પેશભાઈ ભોપાભાઈ કઠેચીયાને જુગારીઓ દ્વારા જ માર મારવામાં આવ્યો છે, ત્યારે હાલમાં આ પોલીસ જવાનને સારવાર માટે રાણાગઢ સીએચસી ખાતે ખસેડાયો છે.
GRD જવાનનો ઘેરાવ કરીને ટોળાએ મારમાર્યો
તમને જણાવી દઈએ કે જુગારના અડ્ડા પાસે તેનુ બાઈક લેવા ગયેલા જીઆરડી જવાનને ત્યાં અડ્ડા પાસે ઉભેલા કેટલાક લોકોએ ખેંચી લઈને માર માર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. જો કે આ ઘટનાની જાણ થતા પાણશિણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલમાં હુમલાખોરોને ઝડપી લેવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે.
સાયલા પંથકમાં રાજકીય આગેવાનના ઘરમાં ચોર ઘૂસ્યો, લોકોએ ઝડપ્યો
સાયલા પંથકમાં ધજાળા ગામમાં આવેલા પોલીસ સ્ટેશનથી સાવ નજીક રહેતા રાજકીય આગેવાનના બંધ મકાનમાં બપોરના સમયે ચોર ઘૂસ્યો હતો અને ઘરમાં રાખેલી રોકડ, દાગીનાની થેલી લઈ જતા કોઈ જોઈ જતાં દેકારો મચી જવા પામ્યો હતો અને ગામલોકોએ તેની પાછળ દોડીને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આવી જ રીતે અન્ય એક ઘટનામાં સાયલાના મુળી દરવાજા પાસે આવેલા રામદેવપીરના મંદિરમાંથી ચાંદીનું છત્ર કોઈ ચોરી ગયાની જાણ થતાં પૂજારી, સેવકો દ્વારા પોલીસને બોલાવાઈ હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું ના હતું.
કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો
પૂર્વ સાંસદ સવસીભાઈ મકવાણાના પૌત્ર અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાલ મકવાણાના બંધ ઘરમાં ઘૂસી તસ્કરી હાથ ફેરો કર્યા બાદ દીવાલ કૂદીને જતાં સમયે ગામના લોકો જોઈ જતાં તેને ઝડપી લીધો હતો. સાયલા તાલુકામાં તસ્કરોને ખાખીનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ધોળા દિવસે તસ્કરીના બે બનાવોથી કાયદો વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.