Surendranagar: રાત્રિના બાળરોગ નિષ્ણાતને લાફાવાળી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

સુરેન્દ્રનગરમાં બાળકોની હોસ્પિટલમાં ગત તા. 14મીએ રાત્રે એક દંપતી બાળકને લઈને આવ્યુ હતુ. બાળકને બે દિવસથી કબજીયાતની તકલીફ હતી. જેમાં પુંઠના ભાગે ગોળી મુકવાનો બાળકના પિતાએ આગ્રહ કરી ગોળી મુકાવી હતી.પરંતુ બાળક ગોળી કાઢી નાંખતુ હોઈ પિતાએ ડોકટરને લાફો ઝીંકી જાનથી મારી નાંખવાની અને હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપ્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના આરોપીને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.સુરેન્દ્રનગરના જૈન દેરાસર રોડ પર આવેલ અવસર ફલેટમાં રહેતા ડો. મુકેશભાઈ લક્ષ્મણભાઈ વસોયા લવ-કુશ નામની બાળકોની હોસ્પિટલ ચલાવે છે. તા. 14મીએ એકથી દોઢના સમયમાં એક દંપતી 9 માસના બાળક વીહાન સમીરભાઈ ભાયાણીને લઈને દવાખાને આવ્યુ હતુ. બાળકને બે દિવસથી કબજીયાતની તકલીફ હોઈ ડોકટરે દવા લખી આપી હતી. પરંતુ બાળકના પિતાએ પુંઠના ભાગે ગોળી મુકવાનો આગ્રહ રાખ્યો હતો. આથી ફરજ પરના સ્ટાફે ગોળી મુકી હતી. પરંતુ બાળક આ ગોળી કાઢી નાંખતુ હતુ. આથી બાળકના પિતાએ સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. અને ડોકટર ગોળી મુકે તેવો આગ્રહ રાખ્યો હતો અને અપશબ્દો કહી રૂ. પાંચસો શેના લીધા છે. તેમ કહેતા ડોકટરે પૈસા પાછા આપી દીધા હતા. આરોપીએ ઉશ્કેરાઈ જઈ ડોકટરને લાફાવાળી કરી જાનથી મારવાની ધમકી આપી હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપી હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એચ.એસ.જાડેજા, યુવરાજસીંહ નકુમ સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો છે. અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

Surendranagar: રાત્રિના બાળરોગ નિષ્ણાતને લાફાવાળી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં બાળકોની હોસ્પિટલમાં ગત તા. 14મીએ રાત્રે એક દંપતી બાળકને લઈને આવ્યુ હતુ. બાળકને બે દિવસથી કબજીયાતની તકલીફ હતી. જેમાં પુંઠના ભાગે ગોળી મુકવાનો બાળકના પિતાએ આગ્રહ કરી ગોળી મુકાવી હતી.

પરંતુ બાળક ગોળી કાઢી નાંખતુ હોઈ પિતાએ ડોકટરને લાફો ઝીંકી જાનથી મારી નાંખવાની અને હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપ્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના આરોપીને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.સુરેન્દ્રનગરના જૈન દેરાસર રોડ પર આવેલ અવસર ફલેટમાં રહેતા ડો. મુકેશભાઈ લક્ષ્મણભાઈ વસોયા લવ-કુશ નામની બાળકોની હોસ્પિટલ ચલાવે છે. તા. 14મીએ એકથી દોઢના સમયમાં એક દંપતી 9 માસના બાળક વીહાન સમીરભાઈ ભાયાણીને લઈને દવાખાને આવ્યુ હતુ. બાળકને બે દિવસથી કબજીયાતની તકલીફ હોઈ ડોકટરે દવા લખી આપી હતી. પરંતુ બાળકના પિતાએ પુંઠના ભાગે ગોળી મુકવાનો આગ્રહ રાખ્યો હતો. આથી ફરજ પરના સ્ટાફે ગોળી મુકી હતી. પરંતુ બાળક આ ગોળી કાઢી નાંખતુ હતુ. આથી બાળકના પિતાએ સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. અને ડોકટર ગોળી મુકે તેવો આગ્રહ રાખ્યો હતો અને અપશબ્દો કહી રૂ. પાંચસો શેના લીધા છે. તેમ કહેતા ડોકટરે પૈસા પાછા આપી દીધા હતા. આરોપીએ ઉશ્કેરાઈ જઈ ડોકટરને લાફાવાળી કરી જાનથી મારવાની ધમકી આપી હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપી હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એચ.એસ.જાડેજા, યુવરાજસીંહ નકુમ સહિતની ટીમે આરોપીને ઝડપી લીધો છે. અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.