Surendranagar: મહિલાનો સ્નાન કરતો યુવકે વીડિયો ઉતાર્યો, 181ની ટીમે કાયદાનું ભાન કરાવ્યુ

Jul 26, 2025 - 07:30
Surendranagar: મહિલાનો સ્નાન કરતો યુવકે વીડિયો ઉતાર્યો, 181ની ટીમે કાયદાનું ભાન કરાવ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી પંથકમાં રહેતી અને બે સંતાનોની માતા સ્નાન કરતી હતી ત્યારે પડોશમાં રહેતા એક યુવકે તેની વીડિયો ઉતારી લીધો હતો. બનાવની જાણ થતા 181ને કોલ કરાયો હતો. જેમાં ટીમે પહોંચી પીડિતાનું કાઉન્સેલીંગ કરી યુવકને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈન અનેક પીડિત મહિલાઓ માટે એક આશાનું કીરણ બની છે. ત્યારે લીંબડી તાલુકાના એક કેસમાં પરિણીતાની છેડતીના કેસમાં યુવકને 181ની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો છે. કેસની મળતી માહીતી મુજબ લીંબડી પંથકમાં રહેતી એક પરિણીતાએ 10 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. હાલ તેને 2 સંતાન છે. છેલ્લા થોડા સમયથી પડોશમાં રહેતો એક યુવક પીડિતાના ઘરે એકલા હોવા પર નજર રાખતો હતો. પીડીતાએ શરૂઆતમાં આ વર્તનને અવગણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક દિવસ પીડિતા સ્નાન કરી રહી હતી ત્યારે યુવકે વીડિયો ઉતારી લીધો હતો. ઘટનાની જાણ પીડીતાએ પતિને કરતા તેઓએ યુવકનો પીછો કર્યો હતો. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. આથી પીડીતાએ 181ને જાણ કરતા અભયમની ટીમ પહોંચી હતી. અને 181નું વાહન જોઈને યુવક ફરાર થઈ ગયો હતો. ટીમે મહિલાનું કાઉન્સેલીંગ કરી યુવકના મોટાભાઈ અને બે વડીલોને બોલાવી તેઓને કાયદાની જોગવાઈ, કૃત્યનું પરિણામ, સામાજિક જવાબદારીની માહિતી આપી હતી. બાદમાં ટીમે દબાણ કરતા યુવકને હાજર કરાયો હતો. અને તેને ભુલનું ભાન કરાવી કાયદાનો પાઠ ભણાવાયો હતો. જેમાં યુવકે પીડીતાની માફી માંગી ભવિષ્યમાં આવી ભુલ નહી કરવાની ખાતરી આપી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0