Surendranagar: મનપા કમિશ્નર સહિતના બાબુઓની કનડગતથી ત્રસ્ત કાયમી કર્મીઓ MLAના શરણે

Sep 6, 2025 - 06:30
Surendranagar: મનપા કમિશ્નર સહિતના બાબુઓની કનડગતથી ત્રસ્ત કાયમી કર્મીઓ MLAના શરણે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધીકારીઓ આઉટસોર્સ કંપનીના તાબામાં કામ કરતા હોય એમ કાયમી સ્ટાફ અને આઉટ સોર્સ સ્ટાફ વચ્ચે ભેદભાવ રાખતા હોવાથી ત્રસ્ત કાયમી-ફીક્ષ કર્મચારીઓએ વઢવાણ ધરાસભ્યને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર મહાનગરપાલીકના કમીશ્નર અને અધિકારીઓ સતત વિવાદમાં રહે છે શહેરમાં લોકોની સમસયર સમસ્યા ઉકેલાતી નથી કોઇનું સાંભળતા નથી ત્યારે મ.ન.પા.ના કાયમી કર્મચારીઓ અને આઉટ સોર્સના કર્મચારી વચ્ચે કમીશ્નર સહિતના અધિકારીઓ ભેદભાવ રાખતા હોવાની અને આઉટ સોર્સ વાળા નવા સ્ટાફની નીચે કાયમી વર્ષોના અનુભવી સ્ટાફને કામ કરાવવા મજબૂર કરાય છે.અનુભવી સ્ટાફની પોતાના વિભાગ શીવાય બીજા વિભાગમાં બદલી કરી દેવાતી હોવાથી ઓફીસ કામમાં અને લોકોની સમસ્યા ઉકેલવામાં પણ મુસ્કેલી પડતી હોય છે.કાયમી સ્ટાફની ગમે ત્યાં બદલી પણ કરી દેવાય છે.આ બધુ જોતા અધિકારીઓને શહેરીજનોની સમસ્યા ઉકેલવામાં કે વહીવટી સરળતા માટે કાયમી સ્ટાફ કામ કરે એમા રસ નથી પરંતુ માત્ર આઉટસોર્સ કંપનીને અને એના સ્ટાફને સાચવવામાં જ રસ હોય એવુ લાગી રહયુ છે.આમ કંટાળીને કર્મચારીઓએ વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાને મળી રજૂઆત કરી હતી.ધારાસભ્યએ કમીશ્નર સાથે વાત કરી આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી.હવે કયારે સમસયા ઉકેલાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0