Surendranagar: બાળકોને જંકફૂડ, સોફ્ટડ્રિંકથી દૂર રાખી સાત્ત્વિક ખોરાક આપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત ત્રણ રાજ્યના પીડીયાટ્રીક ડોકટરોનો ત્રણ દિવસીય સેમીનાર શરૂ થયો છે. સેમીનારમાં નિષ્ણાંત ડોકટર્સ એકબીજાને પોતાની આવડતની આપલે કરશે. તેમજ કીડી, મકોડા, મચ્છર અને જાનવરથી થતા રોગની ચર્ચા કરશે સાથે 400 વૃક્ષો વાવી જતન કરવાની જવાબદારી લેવાની પણ જાહેરાત કરી છે. સાથે બાળકોના આરોગ્યની ચિતા વ્યકત કરી જંકફૂડ, સુગરવાળા સોફટડ્રીંક અને મોબાઇલથી દૂર રાખવા અપીલ કરી હતી. આ સેમીનારમાં યુવા ડોકટર્સને વધારે પ્રાધાન્ય આપી યુવા ટીમ આગળ આવે એવા પ્રયાસો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં પીડીયાટ્રીક ડોકટર્સની ટીમે દેશભરમાં 26,000 બાળકોની તપાસ કરી 14,500 બાળકોને હિમોગ્લોબીનની ઉણપ દેખાતા દવાઓ આપી ઉણપ દૂર કરી છે. આમ આ સેમીનારથી બાળકોના રોગ અને સારવાર વિશે તમામ તબીબો એકબીજાની પાસેથી વધારે જ્ઞાન પ્રાપ્ત થશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બાળકોને લાભ થશે. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ વસંત ખરાટે, ઉપપ્રમુખ ડો.રમેશ બજાણીયા, અતાનુ ભદ્રા અને સુરેન્દ્રનગરના બાળ રોગના ડોકટર રાકેશ પટેલ સહિતના તબીબો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા છે.
સુ.નગર પીડિયાટ્રીક એસો. બાળકોને દત્તક લેશે
સુરેન્દ્રનગરના જરૂરિયાતમંદ 50 બાળકોને તબીબોની ટીમ દત્તક લઇ આરોગ્યની તમામ જવાબદારી, સ્કૂલ ડ્રેસ, બેગ, શુઝ સહિતની બાળકોની જરૂરીયાતવાળી ચીજવસ્તુ આપી બાળકનો આરોગ્ય, શિક્ષણ અને સામાજીક રીતે વિકાસ થાય એવી શરૂઆત કરી સુરેન્દ્રનગર પીડીયાટ્રીક એસો. બાળકોને દત્તક લીધા સમયે વજન, હાઇટ, ફોટા લઇ 6 માસ પછીના ફેરફારનો રીપોર્ટ જોતા રહેશે.
300 નર્સને પણ તાલીમ અપાશે : પ્રમુખ
ઈન્ડીયન એકેડેમીક પીડિયાટ્રીક એસોસીએશનના પ્રમુખ ડો. વસંત ખલાટકરએ જણાવેલ કે આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી ચર્ચાઓ સાથે 400 વૃક્ષનું વાવેતર કરી જતન કરી ઉછેર સુધીને જવાબદારી અને 300 નર્સને બાળકોની સારવાર માટેની મદદની તાલીમ આપવાનું પણ આયોજન કરાયુ છે.
બાળકોને મોબાઇલથી દૂર રાખો
ડો.રમેશ બજાણીયાએ જણાવેલ કે પહેલા બાળકો સાથે બેસતા અને રમતા હતા. જ્યારે અત્યારે બાળકો સમુહમાં બેઠા હોય તો પણ બધા મોબાઇલ ફોન લઇને પોતપોતાની રીતે મસ્તીમાં હોય છે. જેથી બાળકોને મોબાઇલથી દૂર રાખો. કારણ તેનાથી તેમની આંખોને નુકસાન થવાની સાથે માનસીક અસર પણ થતી હોય છે.
What's Your Reaction?






