Surendranagar: બલદાણા અને લખતરમાં અકસ્માતના બનાવ : 1વ્યક્તિનું મોત,2ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બલદાણા પાસે એમ્યુલન્સ વાન ડમ્પર પાછળ ઘુસી જતા 1 વ્યક્તિનું મોત થયુ હતુ.જયારે લખતરમાં કપાસ ભરેલી બોલેરો કાર ખાડામાં પડતા ચાલકને ઈજા પહોંચી છે. બીજી તરફ ધ્રાંગધ્રાના સજ્જનપુરનો પરિવાર કચ્છમાં માતાના મઢે દર્શન કરવા ગયો હતો. જયાંથી પરત ફરતા અંજાર પંથકમાં અકસ્માત થતા 14ને ઈજા પહોંચી છે અને 1 યુવતીનું મોત થયુ છે. અમદાવાદના અસારવામાં આવેલ પટેલ સોસાયટીમાં રહેતા ક્રીષ્નાભાઈ ગજાનંદભાઈ ગેડામા ડ્રાઈવીંગ કરે છે. ગત તા. 12મી સપ્ટેમ્બરે રાત્રે તેઓ ચેતન ભીમુભાઈ બારોટને સાથે લઈ તેમના શેઠ પંકજ પરસોત્તમભાઈ જાદવની ઈકો કારમાં અમદાવાદ સિવિલથી દર્દીને લઈ રાજકોટ ગયા હતા. જયાંથી રાતના સમયે અમદાવાદ પરત જતા હતા. જેમાં વઢવાણના બલદાણા પાસે હાઈવે પર અચાનક એક ડમ્પરે બ્રેક મારતા ઈકો કાર તેની પાછળ ઘુસી ગઈ હતી. બનાવમાં પાછળ આવતા વાહને પણ ઈકો કારને ટક્કર મારી હતી. જેમાં ક્રીષ્નાભાઈ અને ચેતનભાઈને ઈજાઓ થતા 108 દ્વારા પ્રથમ લીંબડી અને ત્યારબાદ અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર માટે તા. 27-9-24ના રોજ ચેતનભાઈ બારોટનું મોત થયુ હતુ. બનાવની તા. 2જી ઓકટોબરે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે. બીજી તરફ લખતરના બસ સ્ટેશનથી સહયોગ વિદ્યાલય રોડનું હાલ સીસી રોડનું કામ ચાલી રહ્યુ છે. જેના લીધે રસ્તો ખોદાયો છે. પરંતુ તેમાં કોઈ ડાયવર્ઝન કે બેરીકેટ ન મુકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બુધવારે રાતના સમયે લીંબડીના શીયાણીથી બોલેરોમાં 110 મણ કપાસ ભરીને ચાલક હળવદ એપીએમસીમાં જતા હતા. ત્યારે લખતર બસ સ્ટેશન પાસે રોડ પર ખોદેલા ખાડામાં બોલેરો ખાબકી હતી. બનાવમાં બોલેરોના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામે રહેતા અમરતભાઈ પટેલના પરીવારજનો પ્રથમ નોરતે દર્શન કરવા કચ્છના માતાના મઢ ગયા હતા. જેમાં પરત ફરતા સમયે અંજારના દુધઈ ધમડકા પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં ચાલક જેસડાના શાર્દુલભાઈ ઠાકોરની 18 વર્ષીય ભત્રીજીનું ઘટનાસ્થળે મોત થયુ છે. જયારે અમરતભાઈ, શારદાબેન, કાનજીભાઈ, દક્ષાબેન, કૈલાસબેન, રંજનબેન, જયંતીભાઈ, પ્રભાબેન, મનસુખભાઈ, સરોજબેન, અક્ષયભાઈ, જોશનાબેન અને ચાલક શાર્દુલભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બલદાણા પાસે એમ્યુલન્સ વાન ડમ્પર પાછળ ઘુસી જતા 1 વ્યક્તિનું મોત થયુ હતુ.
જયારે લખતરમાં કપાસ ભરેલી બોલેરો કાર ખાડામાં પડતા ચાલકને ઈજા પહોંચી છે. બીજી તરફ ધ્રાંગધ્રાના સજ્જનપુરનો પરિવાર કચ્છમાં માતાના મઢે દર્શન કરવા ગયો હતો. જયાંથી પરત ફરતા અંજાર પંથકમાં અકસ્માત થતા 14ને ઈજા પહોંચી છે અને 1 યુવતીનું મોત થયુ છે.
અમદાવાદના અસારવામાં આવેલ પટેલ સોસાયટીમાં રહેતા ક્રીષ્નાભાઈ ગજાનંદભાઈ ગેડામા ડ્રાઈવીંગ કરે છે. ગત તા. 12મી સપ્ટેમ્બરે રાત્રે તેઓ ચેતન ભીમુભાઈ બારોટને સાથે લઈ તેમના શેઠ પંકજ પરસોત્તમભાઈ જાદવની ઈકો કારમાં અમદાવાદ સિવિલથી દર્દીને લઈ રાજકોટ ગયા હતા. જયાંથી રાતના સમયે અમદાવાદ પરત જતા હતા. જેમાં વઢવાણના બલદાણા પાસે હાઈવે પર અચાનક એક ડમ્પરે બ્રેક મારતા ઈકો કાર તેની પાછળ ઘુસી ગઈ હતી. બનાવમાં પાછળ આવતા વાહને પણ ઈકો કારને ટક્કર મારી હતી. જેમાં ક્રીષ્નાભાઈ અને ચેતનભાઈને ઈજાઓ થતા 108 દ્વારા પ્રથમ લીંબડી અને ત્યારબાદ અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર માટે તા. 27-9-24ના રોજ ચેતનભાઈ બારોટનું મોત થયુ હતુ. બનાવની તા. 2જી ઓકટોબરે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે. બીજી તરફ લખતરના બસ સ્ટેશનથી સહયોગ વિદ્યાલય રોડનું હાલ સીસી રોડનું કામ ચાલી રહ્યુ છે. જેના લીધે રસ્તો ખોદાયો છે. પરંતુ તેમાં કોઈ ડાયવર્ઝન કે બેરીકેટ ન મુકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બુધવારે રાતના સમયે લીંબડીના શીયાણીથી બોલેરોમાં 110 મણ કપાસ ભરીને ચાલક હળવદ એપીએમસીમાં જતા હતા. ત્યારે લખતર બસ સ્ટેશન પાસે રોડ પર ખોદેલા ખાડામાં બોલેરો ખાબકી હતી. બનાવમાં બોલેરોના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામે રહેતા અમરતભાઈ પટેલના પરીવારજનો પ્રથમ નોરતે દર્શન કરવા કચ્છના માતાના મઢ ગયા હતા. જેમાં પરત ફરતા સમયે અંજારના દુધઈ ધમડકા પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં ચાલક જેસડાના શાર્દુલભાઈ ઠાકોરની 18 વર્ષીય ભત્રીજીનું ઘટનાસ્થળે મોત થયુ છે. જયારે અમરતભાઈ, શારદાબેન, કાનજીભાઈ, દક્ષાબેન, કૈલાસબેન, રંજનબેન, જયંતીભાઈ, પ્રભાબેન, મનસુખભાઈ, સરોજબેન, અક્ષયભાઈ, જોશનાબેન અને ચાલક શાર્દુલભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.