Gujarat વન-વિભાગ દ્વારા તૈયાર કરાયેલી સ્નેક રેસ્ક્યુ એપને ભુપેન્દ્ર પટેલે કરી લોન્ચ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન –૨૦૨૫ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે 'સ્નેક રેસ્ક્યુ એપ' લૉન્ચ કરી હતી.આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ 'સ્નેક રેસ્ક્યુ એપ' અમદાવાદ જિલ્લા પૂરતી કાર્યરત કરવામાં આવી છે. તબક્કાવાર આ એપ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત કરવામાં આવશે. સાપને અનુકુળ જગ્યાએ છોડાશે રાજ્યના વનવિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં સાપ દેખાય તો સાપને રેસ્ક્યૂ કરવામાં આવતા હોય છે અને અત્યાર સુધી વન વિભાગની સાપ રેસ્ક્યૂ ટીમે ખૂબ સારી રીતે કામગીરી છે. હવે કામગીરી એકદમ સરળ બને એ માટે આજે બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'સ્નેક રેસ્ક્યુ એપ' લૉન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી કોઇપણ નાગરિક સાપને લઇને જાણ કરશે અથવા વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન નંબર પર 'Hi' મેસેજ કરવાથી એક લિંક મળશે. ત્યારબાદ જે - તે સ્થળે સ્નેક રેસ્ક્યૂ ટીમ પહોંચીને સાપને રેસ્ક્યૂ કરશે અને સાપને અનુકુળ કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશે. 'સ્નેક રેસ્ક્યુ’ એપ કેવી રીતે કામ કરશે? કોઈ પણ નાગરિક સ્નેક રેસ્ક્યુ માટે બે રીતનો ઉપયોગ કરી શકશે. પ્રથમ રીત - વોટ્સએપ નંબર 8320002000 પર 'Hi' મેસેજ અથવા બીજી રીત - 8320002000 પર એસએમએસ અથવા મિસ્ડ કોલ કરી શકશે. ત્યારબાદ જવાબમાં મળેલા મેનૂમાં નાગરિકને સાપ બચાવ માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આમ, નાગરિકને એક લિંક મળશે, આ લિંક પર ક્લિક કરવાથી એક પેજ ઓપન થશે, જ્યાં સાપ બચાવ માટેની પ્રોસેસ શરૂ થશે. રેસ્કયૂ કરનારને મેસેજ પણ મળશે ત્યારબાદ સ્નેક રેસ્ક્યુ માટે અરજી કરનાર નાગરિકને મેસેજ મળશે. 'A snake rescue request has been raised for (તમારો મોબાઇલ નંબર). Kindly send the live location to complete the process. If no data is entered in next 10 minutes the request will automatically be cancelled.' રેસ્કયૂઅસર્સને સૂચના મળશે લાઇવ લોકેશન કે, જે સ્થળે સાપ દેખાયો તેની માહિતી શેર કર્યા બાદ રેસ્ક્યુઅર્સને સૂચના મળશે. આમ, ૫ કિલોમીટરના વિસ્તારના તમામ રજિસ્ટ્રર થયેલા સ્નેક રેસ્ક્યુઅર્સને તેમના મોબાઈલ પર પોપ-અપ મેસેજ મળશે. જે રેસ્ક્યુઅર પ્રથમ વિનંતી સ્વીકારશે, તેને કાર્ય સોંપવામાં આવશે. આ સાથે એકવાર કાર્ય સોંપાતા, અન્ય કોઈ તે સ્વીકારી શકશે નહીં.જો પાંચ કિમીના વિસ્તારમાં કોઈ રેસ્ક્યુઅર ન હોય અથવા કોઈ વિનંતી સ્વીકારતું ન હોય, તો મેસેજ ૧૦ કિમીના ક્ષેત્રના તમામ રેસ્ક્યુઅર્સને મોકલવામાં આવશે. જો આ વિસ્તારના રેસ્ક્યુઅર પણ ઉપલબ્ધ ન હોય અથવા કોઈપણ સ્વીકારતું ન હોય, તો નાગરિકને સંબંધિત આરએફઓ (RFO)નો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, જે પછીની કાર્યવાહી કરશે. સાપ બચાવ કામગીરી શરૂ કરાશે. નિયુક્ત સાપ રેસ્ક્યુઅર સ્થળે પહોંચશે અને સાપને પકડશે. 'સ્નેક રેસ્ક્યુ એપ'માં સાપની મૂળભૂત વિગતો (પ્રજાતિ, સ્થિતિ વગેરે) દાખલ કરવામાં આવશે. હવે પકડાયેલા સાપને નિયમિત સ્ટાફ સભ્યને સોંપવો પડશે. આ હસ્તાંતરણ ઓટીપી આધારિત વ્યવહાર દ્વારા થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુવિધા હાલમાં અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. પાઇલોટ તબક્કાની સફળતા બાદ આ સમગ્ર રાજ્યમાં કાર્યરત કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, આમાં નાગરિકોને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. બધા રેસ્ક્યુઅર્સે વન વિભાગ સાથે નોંધણી કરાવવી પડશે તેમજ તેઓએ 'સ્નેક રેસ્ક્યુ એપ' ઇન્સ્ટોલ કરવી પડશે.

Gujarat વન-વિભાગ દ્વારા તૈયાર કરાયેલી સ્નેક રેસ્ક્યુ એપને ભુપેન્દ્ર પટેલે કરી લોન્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન –૨૦૨૫ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન તેમણે 'સ્નેક રેસ્ક્યુ એપ' લૉન્ચ કરી હતી.આ એપની ખાસિયત એ છે કે, ક્યાંય પણ સાપ દેખાય તો તમે આ એપના માધ્યમથી વનવિભાગને જાણ કરી શકો છો. હાલ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ 'સ્નેક રેસ્ક્યુ એપ' અમદાવાદ જિલ્લા પૂરતી કાર્યરત કરવામાં આવી છે. તબક્કાવાર આ એપ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત કરવામાં આવશે.

સાપને અનુકુળ જગ્યાએ છોડાશે
રાજ્યના વનવિભાગ દ્વારા રાજ્યના કોઈ પણ જિલ્લા કે તાલુકામાં સાપ દેખાય તો સાપને રેસ્ક્યૂ કરવામાં આવતા હોય છે અને અત્યાર સુધી વન વિભાગની સાપ રેસ્ક્યૂ ટીમે ખૂબ સારી રીતે કામગીરી છે. હવે કામગીરી એકદમ સરળ બને એ માટે આજે બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'સ્નેક રેસ્ક્યુ એપ' લૉન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી કોઇપણ નાગરિક સાપને લઇને જાણ કરશે અથવા વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન નંબર પર 'Hi' મેસેજ કરવાથી એક લિંક મળશે. ત્યારબાદ જે - તે સ્થળે સ્નેક રેસ્ક્યૂ ટીમ પહોંચીને સાપને રેસ્ક્યૂ કરશે અને સાપને અનુકુળ કુદરતી વાતાવરણમાં છોડવામાં આવશે.

'સ્નેક રેસ્ક્યુ’ એપ કેવી રીતે કામ કરશે?
કોઈ પણ નાગરિક સ્નેક રેસ્ક્યુ માટે બે રીતનો ઉપયોગ કરી શકશે. પ્રથમ રીત - વોટ્સએપ નંબર 8320002000 પર 'Hi' મેસેજ અથવા બીજી રીત - 8320002000 પર એસએમએસ અથવા મિસ્ડ કોલ કરી શકશે. ત્યારબાદ જવાબમાં મળેલા મેનૂમાં નાગરિકને સાપ બચાવ માટે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આમ, નાગરિકને એક લિંક મળશે, આ લિંક પર ક્લિક કરવાથી એક પેજ ઓપન થશે, જ્યાં સાપ બચાવ માટેની પ્રોસેસ શરૂ થશે.

રેસ્કયૂ કરનારને મેસેજ પણ મળશે
ત્યારબાદ સ્નેક રેસ્ક્યુ માટે અરજી કરનાર નાગરિકને મેસેજ મળશે. 'A snake rescue request has been raised for (તમારો મોબાઇલ નંબર). Kindly send the live location to complete the process. If no data is entered in next 10 minutes the request will automatically be cancelled.'

રેસ્કયૂઅસર્સને સૂચના મળશે
લાઇવ લોકેશન કે, જે સ્થળે સાપ દેખાયો તેની માહિતી શેર કર્યા બાદ રેસ્ક્યુઅર્સને સૂચના મળશે. આમ, ૫ કિલોમીટરના વિસ્તારના તમામ રજિસ્ટ્રર થયેલા સ્નેક રેસ્ક્યુઅર્સને તેમના મોબાઈલ પર પોપ-અપ મેસેજ મળશે. જે રેસ્ક્યુઅર પ્રથમ વિનંતી સ્વીકારશે, તેને કાર્ય સોંપવામાં આવશે. આ સાથે એકવાર કાર્ય સોંપાતા, અન્ય કોઈ તે સ્વીકારી શકશે નહીં.જો પાંચ કિમીના વિસ્તારમાં કોઈ રેસ્ક્યુઅર ન હોય અથવા કોઈ વિનંતી સ્વીકારતું ન હોય, તો મેસેજ ૧૦ કિમીના ક્ષેત્રના તમામ રેસ્ક્યુઅર્સને મોકલવામાં આવશે. જો આ વિસ્તારના રેસ્ક્યુઅર પણ ઉપલબ્ધ ન હોય અથવા કોઈપણ સ્વીકારતું ન હોય, તો નાગરિકને સંબંધિત આરએફઓ (RFO)નો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, જે પછીની કાર્યવાહી કરશે.

સાપ બચાવ કામગીરી શરૂ કરાશે.
નિયુક્ત સાપ રેસ્ક્યુઅર સ્થળે પહોંચશે અને સાપને પકડશે. 'સ્નેક રેસ્ક્યુ એપ'માં સાપની મૂળભૂત વિગતો (પ્રજાતિ, સ્થિતિ વગેરે) દાખલ કરવામાં આવશે. હવે પકડાયેલા સાપને નિયમિત સ્ટાફ સભ્યને સોંપવો પડશે. આ હસ્તાંતરણ ઓટીપી આધારિત વ્યવહાર દ્વારા થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુવિધા હાલમાં અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. પાઇલોટ તબક્કાની સફળતા બાદ આ સમગ્ર રાજ્યમાં કાર્યરત કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, આમાં નાગરિકોને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. બધા રેસ્ક્યુઅર્સે વન વિભાગ સાથે નોંધણી કરાવવી પડશે તેમજ તેઓએ 'સ્નેક રેસ્ક્યુ એપ' ઇન્સ્ટોલ કરવી પડશે.