Surendranagar: પાટડી પાલિકાનો ફરાર ચીફ ઓફિસર આખરે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટડી નગરપાલિકાના પમ્પીંગ સ્ટેશનમાં ભુર્ગભ ગટરની સફાઈ કરવા અંદર ઉતરેલા બે સફાઈ કામદાર યુવાનોના ગેસ ગુંગળામણને લીધે મોત થવાનો બનાવ ગત જાન્યુઆરી માસમાં બન્યો હતો. આ બનાવમાં પાટડી પાલિકાના ચીફ ઓફીસર, સેનેટરી ઈન્સપેકટર અને કોન્ટ્રાકટર સામે પોલીસ ફરિયાદ થઈ છે. ત્યારે પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા સેનેટરી ઈન્સ્પેકટર બાદ ચીફ ઓફીસર પણ આખરે પોલીસના હાથે પકડાયો છે. પોલીસની પુછપરછમાં તે આ દિવસો દરમિયાન કુંભમેળામાં જઈ આવ્યો હોવાનું સામે આવ્યુ છે.
પાટડીમાં વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ગત તા. 22-1-25ના રોજ રાજયના સીએમ પાટડી આવનાર હતા. જેના એક દિવસ અગાઉ તા. 21-1ના રોજ પાટડી નગરપાલિકાના અધીકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા પમ્પીંગ સ્ટેશને ભુગર્ભ ગટરની સફાઈ કરવામાં આવતી હતી. જેમાં પાટડીના વાલ્મીકીવાસમાં રહેતા 27 વર્ષીય જયેશભાઈ ભરતભાઈ પાટડીયા અને 17 વર્ષીય ચીરાગ કનુભાઈ પાટડીયા ભુગર્ભ ગટરની સફાઈ કરવા ઉતર્યા હતા. જેમાં ગટરમાં ગેસ ગુંગળામણને લીધે બન્નેના મોત થયા હતા. જેમાં મૃતકના પરીવારના બળદેવભાઈ જયંતીભાઈ પાટડીયાએ પાટડી પોલીસ મથકે એટ્રોસીટી એકટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી બેદરકારી દાખવવા બદલ પાટડી પાલીકાના ચીફ ઓફીસર મૌસમ પટેલ, સેનેટરી ઈન્સ્પેકટર હર્ષદભાઈ દાનુભાઈ કટારીયા અને કોન્ટ્રાકટર સંજય પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં પોલીસે કોન્ટ્રાકટરની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. જયારે ચીફ ઓફીસર અને સેનેટરી ઈન્સ્પેકટર પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. બન્નેના કોર્ટમાંથી કલમ 72 મુજબના વોરંટ પણ નીકળ્યા હતા. ત્યારે 6 દિવસ અગાઉ પોલીસે સેનેટરી ઈન્સ્પેક્ટરને ઝડપી લીધો હતો. જયારે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહીતની ટીમે કેસમાં ફરાર ચીફઓફીસર મૌસમ પટેલને પણ ઝડપી પાડયો છે. પોલીસની પુછપરછમાં આ શખ્સે જણાવ્યુ કે, બનાવ બનતા જ તેમની સામે ફરિયાદ થશે તેવો ખ્યાલ આવી જતા તે નાસીક, ત્રંબકેશ્વર, ઉજ્જૈન, ઓમકારેશ્વર જેવા ધાર્મીક સ્થળોએ રહેતો હતો. જયારે કુંભમેળામાં સ્નાન પણ કરી આવ્યો હતો. તેની સામે વોરંટ ઈસ્યૂ થયાનું તથા સેનેટરી ઈન્સ્પેક્ટર ઝડપાઈ ગયાના વાવડની સમાચાર માધ્યમોથી જાણકારી રાખતો હતો. હાલ પોલીસે તેને જેલ હવાલે કર્યો છે.
What's Your Reaction?






