Surendranagar : પાંચાળ સિરામિક એસો. વિકાસ ટ્રસ્ટની બેઠકમાં પ્રમુખ પદે વરણી

Nov 7, 2026 - 03:00
Surendranagar : પાંચાળ સિરામિક એસો. વિકાસ ટ્રસ્ટની બેઠકમાં પ્રમુખ પદે વરણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનગઢમાં સિરામિક એસોસીએશનના બિલ્ડીંગ ખાતે નવા ટ્રસ્ટી મંડળની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. જેમાં એસોસીએશનના વર્તમાન પ્રમુખ સુરેશભાઈ સોમપુરાએ ઉંમર અને નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન એસોસીએશન માટે આપેલા અવિરત યોગદાન અને સેવાકીય કાર્યોને બિરદાવતાં ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું માન-સન્માન જાળવી રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વાનુમતે એસોસીએશનના ટ્રસ્ટી તથા ઔદ્યોગિક ક્ષેત્રે સતત નવું કરવાની ઝંખના અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ ધરાવતા શાંતિલાલભાઈ પટેલની એસોસીએશનના નવા પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત એસો.ના સૌ ટ્રસ્ટીઓએ નવા પ્રમુખને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0