Surendranagar: ધ્રાંગધ્રાના કુડામાં ખેતમજૂરના પેટમાં ધણના ઘા ઝીંકીને હત્યા

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા ખેતમજુર પરિવારે કુડા ગામની સીમમાં વાડી ભાગવી રાખી હતી અને પરીવાર વાડીમાં જ રહી ખેતમજુરી કરતો હતો. ત્યારે શનિવારે સવારના સમયે વાડી માલિક વાડીએ આવ્યા હતા. અને જુવાર કેમ વાવડી નથી તેમ કહી યુવાન સાથે બોલાચાલી કરી હતી. જેમાં તેના વૃધ્ધ પિતા વચ્ચે પડતા વાડી માલિકે તેઓના પેટમાં લોખંડનો ધણ મારીને હત્યા નિપજાવી હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2025ને હજુ 11 દિવસ જ વિત્યા છે. ત્યારે 9 દિવસમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગત તા. 3જી જાન્યુઆરીના રોજ ચોટીલાના પીપરાળી ગામમાં યુવાનની હત્યા બાદ ધ્રાંગધ્રાના કુડા ગામે વૃધ્ધની હત્યાનો બનાવ બન્યો છે. ચકચારી બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મુળ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના 45 વર્ષીય નાગજીભાઈ માવજીભાઈ કોપરણીયા ખેત મજુરી કરે છે. હાલ તેઓ કુડાની સીમમાં આવેલ ચતુરભાઈ મોતીભાઈ કોળીની વાડી ભાગવી રાખી વાવેતર કરે છે. જેમાં નાગજીભાઈ સાથે તેમના પિતા 65 વર્ષીય માવજીભાઈ કાનાભાઈ કોપરણીયા સહિતનો પરિવાર પણ રહે છે. તા. 11મીને શનિવારે સવારે વાડી માલિક 30 વર્ષીય અર્જુન ચતુરભાઈ કોળી વાડીએ આવ્યો હતો અને નાગજીભાઈ સાથે વાડીમાં વાવેતર કરેલ જુવારમાં પાણી કેમ વાળ્યુ નથી.? તેમ કહીને બોલાચાલી કરી હતી. જેમાં અર્જુને લોખંડની કોશ વડે નાગજીભાઈ પર હુમલો કરી ડાબા પગે અને જમણા હાથે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં નાગજીભાઈના પિતા માવજીભાઈ કાનાભાઈ વચ્ચે પડતા અર્જુને લાકડાના હાથામાં ફીટ કરેલ લોખંડનો ધણ લઈ માવજીભાઈના પેટના ભાગે બે ઘા માર્યા હતા. જેમાં માવજીભાઈનું મોત થયુ હતુ. હત્યા કરી આરોપી અર્જુન ફરાર થઈ ગયો હતો. જયારે બનાવની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતા ઈન્ચાર્જ પીઆઈ એમ. યુ. મશી સહિતની ટીમ કુડા દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આરોપી અર્જુન કોળી સામે હત્યાના બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ આરોપીને ઝડપી લેવા પણ જુદી જુદી ટીમ દોડાવાઈ છે.

Surendranagar: ધ્રાંગધ્રાના કુડામાં ખેતમજૂરના પેટમાં ધણના ઘા ઝીંકીને હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા ખેતમજુર પરિવારે કુડા ગામની સીમમાં વાડી ભાગવી રાખી હતી અને પરીવાર વાડીમાં જ રહી ખેતમજુરી કરતો હતો. ત્યારે શનિવારે સવારના સમયે વાડી માલિક વાડીએ આવ્યા હતા. અને જુવાર કેમ વાવડી નથી તેમ કહી યુવાન સાથે બોલાચાલી કરી હતી. જેમાં તેના વૃધ્ધ પિતા વચ્ચે પડતા વાડી માલિકે તેઓના પેટમાં લોખંડનો ધણ મારીને હત્યા નિપજાવી હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2025ને હજુ 11 દિવસ જ વિત્યા છે. ત્યારે 9 દિવસમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગત તા. 3જી જાન્યુઆરીના રોજ ચોટીલાના પીપરાળી ગામમાં યુવાનની હત્યા બાદ ધ્રાંગધ્રાના કુડા ગામે વૃધ્ધની હત્યાનો બનાવ બન્યો છે. ચકચારી બનાવની વધુમાં મળતી માહિતી મુજબ મુળ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના 45 વર્ષીય નાગજીભાઈ માવજીભાઈ કોપરણીયા ખેત મજુરી કરે છે. હાલ તેઓ કુડાની સીમમાં આવેલ ચતુરભાઈ મોતીભાઈ કોળીની વાડી ભાગવી રાખી વાવેતર કરે છે. જેમાં નાગજીભાઈ સાથે તેમના પિતા 65 વર્ષીય માવજીભાઈ કાનાભાઈ કોપરણીયા સહિતનો પરિવાર પણ રહે છે. તા. 11મીને શનિવારે સવારે વાડી માલિક 30 વર્ષીય અર્જુન ચતુરભાઈ કોળી વાડીએ આવ્યો હતો અને નાગજીભાઈ સાથે વાડીમાં વાવેતર કરેલ જુવારમાં પાણી કેમ વાળ્યુ નથી.? તેમ કહીને બોલાચાલી કરી હતી. જેમાં અર્જુને લોખંડની કોશ વડે નાગજીભાઈ પર હુમલો કરી ડાબા પગે અને જમણા હાથે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં નાગજીભાઈના પિતા માવજીભાઈ કાનાભાઈ વચ્ચે પડતા અર્જુને લાકડાના હાથામાં ફીટ કરેલ લોખંડનો ધણ લઈ માવજીભાઈના પેટના ભાગે બે ઘા માર્યા હતા. જેમાં માવજીભાઈનું મોત થયુ હતુ. હત્યા કરી આરોપી અર્જુન ફરાર થઈ ગયો હતો. જયારે બનાવની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતા ઈન્ચાર્જ પીઆઈ એમ. યુ. મશી સહિતની ટીમ કુડા દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આરોપી અર્જુન કોળી સામે હત્યાના બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ આરોપીને ઝડપી લેવા પણ જુદી જુદી ટીમ દોડાવાઈ છે.