Surendranagar: ઝાલાવાડમાં દારૂના 6 દરોડા : 20.67 લાખની મતા સાથે 3 પકડાયા, 3 વોન્ટેડ

Jul 23, 2025 - 06:30
Surendranagar: ઝાલાવાડમાં દારૂના 6 દરોડા : 20.67 લાખની મતા સાથે 3 પકડાયા, 3 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની બદીને ડામવા પોલીસે અલગ-અલગ છ સ્થળે દરોડા કર્યા હતા. જેમાં દસાડા તાલુકાના પીપળી ગામની કેનાલ પાસે, દસાડા-પાટડી હાઈવે પર અમૃત હોટલ પાસે, સુરેન્દ્રનગરના રતનપરના રહેણાક મકાનમાં, વડનગર, ધ્રાંગધ્રા તાલુકાના ધોળી અને ચુડામાં 20,67,760નો દારૂ, બીયર, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરોડાઓમાં 3 આરોપીઓ પકડાયા છે.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ જે.વાય.પઠાણ, દશરથભાઈ, સંજયભાઈ સહિતનાઓ બજાણા પોલીસ મથક વીસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે પીપળીના રસ્તે આવેલ કેનાલ પાસે આરીફ નસીબખાન મલેક તેની વાડીમાં વિદેશી દારૂ બહારથી મંગાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની 1163 બોટલો કિંમત રૂપીયા 13,36,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરીફ મલેક સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરત સભાડ સહિતનાઓને ચુડાના દરબાર ગઢમાં આવેલ ગાંધીચોક પાસેની શેરીમાં દારૂ ભરેલ કાર પડી હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વેગનઆર કારમાંથી દારૂની 8 બોટલો અને બીયરના 8 ટીન મળી આવ્યા હતા. આથી રૂપીયા 50 હજારની કાર અને રૂપીયા 11360ના દારૂ-બીયર સાથે 61,360ની મત્તા કબજે કરી કારના માલીક અને ચાલક સામે ગુનો નોંધાયો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે. બીજી તરફ પાટડી એએસઆઈ ભારતસીંહ જાડેજા સહિતની ટીમને દસાડાથી પાટડી તરફ દારૂ ભરેલ કાર આવતી હોવાની બાતમી મળતા અમૃત હોટલ પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકી તપાસ કરાતા ચાલક પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામનો રાજુ તસાજી દેગામા ઠાકોર દારૂની 157 બોટલ કિંમત રૂપીયા 2,54,400, રૂપીયા 3 લાખની કાર અને રૂપીયા 10 હજારના મોબાઈલ સહિત કુલ રૂપીયા 5,64,400ની મત્તા સાથે ઝડપાયો હતો. અને જોરાવરનગર પોલીસ ટીમને રતનપરના ગણેશ પાર્કમાં રહેતો અજય રમણીકભાઈ પરમાર તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘરના સોફાની બાજુમાંથી મીણીયાની થેલીમાં દારૂની 6 બોટલો મળી આવી હતી. આથી રૂપીયા 7800ની મત્તા સાથે અજય પરમારની ધરપકડ કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને ધોળી ગામે નવા બનતા દવાખાનાવાળી શેરીમાં ગામનો કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડ દારૂ સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડ વિદેશી દારૂની 2 બોટલ અને 5 ચપલા સહિત રૂપીયા 1100ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. તથા સુરેન્દ્રનગર એલસીબી ટીમને વડનગર પમ્પીંગ સ્ટેશન પાસે બાવળની કાંટમાં બટુક નાનુભાઈ જાડા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે 5 લીટર દેશી દારૂ, 3800 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, સાધનો સહિત રૂપીયા 96,200ની મત્તા જપ્ત કરી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0