Surendranagar: કચ્છના શખ્સે રતનપરના બે વેપારીને રૂપિયા 5.46 લાખનો ચૂનો લગાવ્યો

Feb 20, 2026 - 02:00
Surendranagar: કચ્છના શખ્સે રતનપરના બે વેપારીને રૂપિયા 5.46 લાખનો ચૂનો લગાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા કાર લે-વેચનું કામ કરતા બે વેપારી પાસે કુલ 11 કાર પેટે રૂ. 5.46 લાખ ટોકન લઈને કારની એનઓસી નહીં આપી, રૂપીયા પરત નહી આપી છેતરપિંડી આચર્યાની કચ્છના શખ્સ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગરના રાજકોટ રોડ પર આવેલા રહેમતનગરમાં રહેતા 44 વર્ષીય મજીદભાઈ મુસ્તુફાભાઈ મુલતાની કાર લે-વેચનો ધંધો કરે છે. તેમની સાથે રીયાઝભાઈ મહમદફારૂકભાઈ કાજી પણ કાર લે-વેચનું કરે છે. તા. 24 -11 -25 ના રોજ મજીદભાઈ ઉપર કચ્છના ગાંધીધામમાં રહેતા જીગ્નેશ રસીકલાલ ઠક્કરનો ફોન આવ્યો હતો. સાતેક વર્ષ પહેલા બન્ને કાર લે-વેચના લીધે સંપર્કમાં આવ્યા હોવાથી જીગ્નેશે ફોન કરી તેની ગાંધીધામની એક નામી ખાનગી કંપનીમાં સારી ઓળખાણ છે, તેઓ સીઝ કરેલ કારનું ફરીવાર વેચાણ કરે છે અને રી ફાયનાન્સ કરે છે આથી તમને સારી ગાડી વાજબી ભાવથી અપાવીશ તેમ કહેતા મજીદભાઈએ કારની એનઓસીની વાત કરી હતી. જેમાં જીગ્નેશે એનઓસીની જવાબદારી લીધી હતી. અને ટોકન પેટે રૂપીયા માંગ્યા હતા. જેમાં મજીદભાઈએ સમયાંતરે રૂપિયા 4.89 લાખ અને રીયાઝભાઈએ રૂપિયા 57 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આ રૂપિયા લીધા બાદ કારની એનઓસી ન મળતા અવારનવાર ઉઘરાણી કરતા જીગ્નેશે 25-12 -25 ના રોજ રૂપિયા 5.47 લાખનો ચેક કુરીયર દ્વારા મોકલ્યો હતો. આ ચેક બેંકમાં નાંખતા રીટર્ન થયો હતો. આથી આ અંગે તા. 17-2-26 ના રોજ સાંજે મજીદભાઈએ કચ્છના જીગ્નેશ ઠક્કર સામે રૂપિયા 5.46 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ સી.ડી.પીઠીયા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0