Surendranagar: SOG દરોડામાં સાયલાના ધજાળા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું
રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં પણ વિદેશી દારૂ અને ડ્રગ્સ ગાંજો સહિતની અન્ય નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. આરોપીઓની ખેતરના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવું સામાન્ય બની ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાંથી SOGએ ગાંજાનું વાવેતર જડપી પડ્યું છે.પોલીસે ખેતરમાં દરોડા પાડીને ગાંજાના લીલા વાવેતરના 13 નંગ જેટલા છોડ કબ્જે કર્યા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.નશાના વાવેતરનો પર્દાફાશ સુરેન્દ્રનગરના ધજાળા ગામે લીલા ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે સાયલા તાલુકાના ધજાળા ગામે ખેતરમાં પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર SOG એ દરોડા પાડી ઝડપી લીધું હતું. સુમિત મેણીયાએ વાડીમાં એરંડાના પાકની આડમાં ગાંજો વાવ્યો હતો. બે દિવસમાં SOG નો બીજો દરોડોરાજ્યમાં નશા નું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગાંજો વાવવો હવે સામાન્ય હોય તેમ પકીની આડમાં નક્ષનું વાવેતર થઈ રહ્યું છે. જેને ડામવા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. 2 દિવસમાં SOG નો આ બીજો દરોડો છે. ત્યારે સાયલાના ધજાળા ગામે SOG દ્વારા દરોડો પાડી 4 કિલોથી વધુ લીલા ગાંજાના 13 છોડ જપ્ત કર્યા છે. ગાંજો વાવનાર આરોપી સુમીત ઉર્ફે સુમો મેણીયાને ઝડપી પોલીસે રૂ. 41500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત આરોપી વિરુદ્ધ NDPS એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ પણ ગંગાજળ ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગંગાજળ ગામે મકાનના ફળિયામાં ગેરકાયદેસર વવાતા લીલા ગાંજાનું ખેતર ઝડપાયું હતું. SOG પોલીસે છોડ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. SOG એ 2 દિવસમાં 2 દરોડામાં ઝડપેલા ગાંજાના વવેતરને લઈ ધજાળા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સ્થાનિક પોલીસની યોગ્ય કામગીરી હોય તો નશાના આવા વાવેતરને ઊગતા જ ડામી શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં પણ વિદેશી દારૂ અને ડ્રગ્સ ગાંજો સહિતની અન્ય નશીલા પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. આરોપીઓની ખેતરના પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવું સામાન્ય બની ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાંથી SOGએ ગાંજાનું વાવેતર જડપી પડ્યું છે.પોલીસે ખેતરમાં દરોડા પાડીને ગાંજાના લીલા વાવેતરના 13 નંગ જેટલા છોડ કબ્જે કર્યા છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નશાના વાવેતરનો પર્દાફાશ
સુરેન્દ્રનગરના ધજાળા ગામે લીલા ગાંજાના વાવેતરની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે સાયલા તાલુકાના ધજાળા ગામે ખેતરમાં પાકની આડમાં કરેલું ગાંજાનું વાવેતર SOG એ દરોડા પાડી ઝડપી લીધું હતું. સુમિત મેણીયાએ વાડીમાં એરંડાના પાકની આડમાં ગાંજો વાવ્યો હતો.
બે દિવસમાં SOG નો બીજો દરોડો
રાજ્યમાં નશા નું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગાંજો વાવવો હવે સામાન્ય હોય તેમ પકીની આડમાં નક્ષનું વાવેતર થઈ રહ્યું છે. જેને ડામવા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. 2 દિવસમાં SOG નો આ બીજો દરોડો છે. ત્યારે સાયલાના ધજાળા ગામે SOG દ્વારા દરોડો પાડી 4 કિલોથી વધુ લીલા ગાંજાના 13 છોડ જપ્ત કર્યા છે. ગાંજો વાવનાર આરોપી સુમીત ઉર્ફે સુમો મેણીયાને ઝડપી પોલીસે રૂ. 41500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત આરોપી વિરુદ્ધ NDPS એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બે દિવસ અગાઉ પણ ગંગાજળ ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગંગાજળ ગામે મકાનના ફળિયામાં ગેરકાયદેસર વવાતા લીલા ગાંજાનું ખેતર ઝડપાયું હતું. SOG પોલીસે છોડ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. SOG એ 2 દિવસમાં 2 દરોડામાં ઝડપેલા ગાંજાના વવેતરને લઈ ધજાળા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સ્થાનિક પોલીસની યોગ્ય કામગીરી હોય તો નશાના આવા વાવેતરને ઊગતા જ ડામી શકાય છે.