Surendranagar Palika Election 2025 : લીંબડી અને ધાંગ્રધામાં યોજાશે તાલુકા પંચાયતની ચૂંટણી
સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત 21 જાન્યુઆરીએ રાજય ચૂંટણી વિભાગે કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન પાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને લીંબડી-ધ્રાંગધ્રા પાલિકા અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા. 16મી ફેબ્રુઆરીએ જિલ્લાના 56,278 મતદારો મતાધીકારનો ઉપયોગ કરનાર છે. લીંબડી અને ધાંગ્રધા યોજાશે ચૂંટણી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી હતી. જેમાં થાન પાલીકાની વર્ષ 2018ના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાયા બાદ વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં ટર્મ પુરી થઈ ગઈ હતી. ત્યારથી થાન પાલિકામાં વહીવટદાર શાસન ચાલતુ હતુ. ત્યારે મંગળવારે રાજય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જેમાં થાન પાલીકાની સામાન્ય ચૂંટણી સાથે સાથે લીંબડી-ધ્રાંગધ્રા પાલીકાના વોર્ડની ખાલી બેઠકો અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સમસ્યા સૌથી વધારે ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સમસ્યા સૌથી વધારે રહી છે,વાંરવાર ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે કે પાણી છોડવામાં આવે પરંતુ જોઈએ તે રીતે ખેડૂતોને પાણી મળતું નથી ત્યારે ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સૌથી વધારે સમસ્યા રહેતી હોય છે,સાથે સાથે ધાંગ્રધામાં સ્થાનિકોને પણ પીવાના પાણીની સમસ્યા રહેતી હોય છે તેમજ ગંદકીની સમસ્યા પણ સર્જાતી હોય છે. નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની જેમાં કુલ 29,267 પુરૂષ મતદારો, 27,009 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો સહિત 56,278 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરનાર છે. ચૂંટણીને લઈને થાન નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની છે. જેના માટે બુધવારે થાન મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અધીકારીઓ અને રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈને સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલ ચૂંટણી શાખામાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. લીંબડીમાં સ્થાનિકોની સમસ્યા લીંબડીના સ્થાનિકોને મુખ્ય સમસ્યા પાણીની છે અને ગટરની છે,કેમકે સમય પ્રમાણે સ્થાનિકોને પાણી મળતું નથી તેમજ લીંબડીમાં જાહેર રોડ પર પણ ગંદકીના દ્રશ્યો જોવા મળે છે સાથે સાથે ભાજપનું શાસન છે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ જોઈએ તે રીતે કામગીરી કરાવતા નથી જેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી છે.હવે જયારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે લોકોને પુરતી સુવિધા મળે તેવી આશા સ્થાનિકો રાખીને બેઠા છે. ધાંગ્રધામાં સ્થાનિકોની સમસ્યા થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આગામી સમય માં થાનગઢ નગરપાલિકાના સત્તાધીશો રસ્તા,ભૂગર્ભ,ગટર તેમજ ઓવર બ્રિજની કામગીરીને લઈને તેમજ છેવાડાના વોર્ડ માં આગામી સમયમાં જે કામો બાકી છે તે પૂરા કરવામાં આવશે તેમજ થાનગઢના વિસ્તારોમાં લોકોને સારી સુવિધા મળી રહે તેવી કામગીરી કરવામાં આવશે.સુરેન્દ્રનગરની ૩ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું એલાન છેલ્લા કેટલાય સમયથી મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે દરેક જિલ્લાઓમાંથી રાજકીય દબાણ પણ થતું હતું અનેક નગરપાલિકા, પંચાયતોમાં વહીવટદારોના શાસનથી પ્રજા મોટાભાગે નાખુશ જણાતી હતી. ર૭ ટકા ઓ.બી.સી. અનામતનો પેચ ફસાયો હોવાથી છેલ્લા ર વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટલ્લે ચઢી હતી. આખરે તા.ર૧ જાન્યુઆરી-ર૦રપના રોજ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ર્ડા.એસ.મૂરલીક્રિશ્નન દ્વારા રાજ્યની ૬૬ નગરપાલિકાની સાથે સુરેન્દ્રનગરની ૩ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું એલાન કર્યું છે ચૂંટણી અંગેનો કાર્યક્રમ તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત 21 જાન્યુઆરીએ રાજય ચૂંટણી વિભાગે કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન પાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને લીંબડી-ધ્રાંગધ્રા પાલિકા અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા. 16મી ફેબ્રુઆરીએ જિલ્લાના 56,278 મતદારો મતાધીકારનો ઉપયોગ કરનાર છે.
લીંબડી અને ધાંગ્રધા યોજાશે ચૂંટણી
જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાતી હતી. જેમાં થાન પાલીકાની વર્ષ 2018ના ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાયા બાદ વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં ટર્મ પુરી થઈ ગઈ હતી. ત્યારથી થાન પાલિકામાં વહીવટદાર શાસન ચાલતુ હતુ. ત્યારે મંગળવારે રાજય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. જેમાં થાન પાલીકાની સામાન્ય ચૂંટણી સાથે સાથે લીંબડી-ધ્રાંગધ્રા પાલીકાના વોર્ડની ખાલી બેઠકો અને લીંબડી-સાયલા તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે.
ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સમસ્યા સૌથી વધારે
ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સમસ્યા સૌથી વધારે રહી છે,વાંરવાર ધારાસભ્યને રજૂઆત કરવામાં આવે છે કે પાણી છોડવામાં આવે પરંતુ જોઈએ તે રીતે ખેડૂતોને પાણી મળતું નથી ત્યારે ધાંગ્રધામાં ખેડૂતોને પાણીની સૌથી વધારે સમસ્યા રહેતી હોય છે,સાથે સાથે ધાંગ્રધામાં સ્થાનિકોને પણ પીવાના પાણીની સમસ્યા રહેતી હોય છે તેમજ ગંદકીની સમસ્યા પણ સર્જાતી હોય છે.
નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની
જેમાં કુલ 29,267 પુરૂષ મતદારો, 27,009 મહિલા મતદારો અને 2 અન્ય મતદારો સહિત 56,278 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરનાર છે. ચૂંટણીને લઈને થાન નગરપાલિકા વિસ્તારમાં આદર્શ આચારસંહીતા અમલી બની છે. જેના માટે બુધવારે થાન મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અધીકારીઓ અને રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈને સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં આવેલ ચૂંટણી શાખામાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે.
લીંબડીમાં સ્થાનિકોની સમસ્યા
લીંબડીના સ્થાનિકોને મુખ્ય સમસ્યા પાણીની છે અને ગટરની છે,કેમકે સમય પ્રમાણે સ્થાનિકોને પાણી મળતું નથી તેમજ લીંબડીમાં જાહેર રોડ પર પણ ગંદકીના દ્રશ્યો જોવા મળે છે સાથે સાથે ભાજપનું શાસન છે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ જોઈએ તે રીતે કામગીરી કરાવતા નથી જેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી છે.હવે જયારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે લોકોને પુરતી સુવિધા મળે તેવી આશા સ્થાનિકો રાખીને બેઠા છે.
ધાંગ્રધામાં સ્થાનિકોની સમસ્યા
થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આગામી સમય માં થાનગઢ નગરપાલિકાના સત્તાધીશો રસ્તા,ભૂગર્ભ,ગટર તેમજ ઓવર બ્રિજની કામગીરીને લઈને તેમજ છેવાડાના વોર્ડ માં આગામી સમયમાં જે કામો બાકી છે તે પૂરા કરવામાં આવશે તેમજ થાનગઢના વિસ્તારોમાં લોકોને સારી સુવિધા મળી રહે તેવી કામગીરી કરવામાં આવશે.
સુરેન્દ્રનગરની ૩ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું એલાન
છેલ્લા કેટલાય સમયથી મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે દરેક જિલ્લાઓમાંથી રાજકીય દબાણ પણ થતું હતું અનેક નગરપાલિકા, પંચાયતોમાં વહીવટદારોના શાસનથી પ્રજા મોટાભાગે નાખુશ જણાતી હતી. ર૭ ટકા ઓ.બી.સી. અનામતનો પેચ ફસાયો હોવાથી છેલ્લા ર વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટલ્લે ચઢી હતી. આખરે તા.ર૧ જાન્યુઆરી-ર૦રપના રોજ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ર્ડા.એસ.મૂરલીક્રિશ્નન દ્વારા રાજ્યની ૬૬ નગરપાલિકાની સાથે સુરેન્દ્રનગરની ૩ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું એલાન કર્યું છે
ચૂંટણી અંગેનો કાર્યક્રમ
તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ
તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું
તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ
તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી
તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન
તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન
તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી