Surendranagar News : સુરેન્દ્રનગરમાં વોર્ડ નં.1માં તૂટેલા ગટરના ઢાંકણા બદલવાની કામગીરી પૂર્ણ કરાઈ

Jul 14, 2025 - 09:30
Surendranagar News : સુરેન્દ્રનગરમાં વોર્ડ નં.1માં તૂટેલા ગટરના ઢાંકણા બદલવાની કામગીરી પૂર્ણ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને નાગરિકોને હાલાકી ન પડે તે સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે.

ગટરના ઢાંકણાં બદલીને નવા ઢાંકણાં નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી

મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧માં જર્જરિત અને તૂટેલા ગટરના ઢાંકણાં બદલીને નવા ઢાંકણાં નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. વોર્ડ નં.૦૮ના રાધે ટેનામેન્ટ, કૃષ્ણ નગર, જીન કમ્પાઉન્ડ અને આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં ખુલ્લી ગટરો પર ફ્રેમકવર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ગટરમાં કચરો પડતો અટકશે અને અકસ્માતનો ભય પણ ઘટશે. તેમજ વઢવાણ - લીંબડી મુખ્ય રસ્તા પર સાફ-સફાઈ ઝુંબેશ ચલાવીને રસ્તા પરનો કચરો અને માટીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી પાણીનો ભરાવો ન થાય અને વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે.

ભૂગર્ભ ગટરના ચેમ્બરની સફાઈ કરવામાં આવી

વોર્ડ નં. ૦૨માં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી પ્રગતિમાં છે. આ ઉપરાંત, ભૂગર્ભ ગટરના ચેમ્બરની સફાઈ કરીને પાણીના પ્રવાહને અવરોધમુક્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આમ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીઓ થકી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસાની ઋતુમાં શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0