Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં 'વિકાસ રથ' પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ, 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત કરાયું

Oct 8, 2025 - 09:30
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં 'વિકાસ રથ' પરિભ્રમણનો ભવ્ય પ્રારંભ, 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દરેક ગામમાં ગ્રામજનો દ્વારા 'વિકાસ રથ'નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વિકાસમાં ઉમેરો કરતા અંદાજિત રૂ. ૦૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભાર્થીઓને સીધો લાભ વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. શિયાણી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય ખેંગારભાઈ બોરાણા, તાલુકા વિકાસ અધિકારી એમ.વી.સોલંકી તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના રળોલ ગામે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રથ પ્રથમ દિવસે ભલગામડા, ઘાઘરેટીયા, ગેડી, ટોકરાળા થઈ રળોલ ગામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનો દ્વારા 'વિકાસ રથ'ને હોંશભેર આવકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫ - ૫ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ૭ જેટલા લાભાર્થીઓને આરોગ્ય અને આઇસીડીએસ વિભાગના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0