Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત 'ધ્રાંગધ્રા લોકમેળા' ખાતે ચાર દિવસ લોકમેળાની રંગત શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં “ધ્રાંગધ્રા લોકમેળા"નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં આજથી ધ્રાંગધ્રા ખાતે ચાર દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે.
લોક મેળાઓમાં નગરજનો મજા માણી રહ્યા છે
આ તકે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ છે. ઠેર ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા છે. સાથે સાથે જન્માષ્ટમીના તહેવારોની પણ રંગત જામી છે. લોક મેળાઓમાં નગરજનો મજા માણી રહ્યા છે. મેળાઓ આજે સામાજીક સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતિક બન્યા છે, તેમ ઉમેરી સાતમ આઠમના જન્માષ્ટમીના તહેવારોની શુભેચ્છા પાઠવી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
લોકમેળાઓ પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનું એક માધ્યમ બની ગયા છે
આ પ્રસંગે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ તેમજ શીતળા સાતમની શુભેચ્છા પાઠવતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના મેળાઓની પરંપરા અને તહેવારો સાથે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાગત રીતરિવાજો જોડાયેલા છે. જે આજે સૌરાષ્ટ્રમાં જીવંત છે. લોકમેળાઓ પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનું એક માધ્યમ બની ગયા છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ, પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણવા માટે ઉમટી પડવા તેમણે કહ્યું હતું.
મેળામાં અનેક ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ પણ થાય છે
સાંસદ ચંદુભાઈ શિહોરાએ મેળાના મહત્વ વિશેની વાત કરતા કહ્યું હતું કે, મેળાઓમાં સામાજિક તથા આર્થિક રીતે મહત્વના છે. મેળામાં અનેક ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ પણ થાય છે. જેનાથી સ્થાનિક ઉત્પાદકોને પણ મોટો ફાયદો થાય છે. મેળાઓ સંસ્કૃતિ અને પરંપરાઓ આગળ ધપાવવાનું કામ કરે છે. આ મેળાના આયોજન બદલ ધાંગધ્રા નગરપાલિકા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં તેમણે દરેક લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી મેળાને મન ભરીને માણવા જણાવ્યું હતું. આ તકે વિવિધ કલાકારોએ પરંપરાગત રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






