Surendranagar News: સુરેન્દ્રનગરમાં AI ટેકનોલોજીનો ઘાતક દુરૂપયોગ, યુવતીના ફોટા એડિટ કરી લાખો પડાવ્યા

May 23, 2026 - 16:30
Surendranagar News: સુરેન્દ્રનગરમાં AI ટેકનોલોજીનો ઘાતક દુરૂપયોગ, યુવતીના ફોટા એડિટ કરી લાખો પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ટેકનોલોજીના આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના દુરૂપયોગની ચોંકાવનારી ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં AI (ડીપફેક) ટેકનોલોજીની મદદથી એક કોલેજિયન યુવતીને બ્લેકમેઇલ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પરથી ફોટો ચોરીને તેને AI વડે એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે જોરાવરનગર પોલીસે વઢવાણના એક યુવક સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ઇન્સ્ટાગ્રામ પરથી ફોટો લઈ રચાયું ષડયંત્ર

ઘટનાની મળતી માહિતી અનુસાર, વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વઢવાણના જ એક આરોપી યુવકે તેના અંગત ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ, આ યુવકે આધુનિક AI ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને યુવતીના ફોટાને અશ્લીલ અથવા વાંધાજનક રીતે એડિટ (ડીપફેક) કરી દીધા હતા. આ ફેક ફોટા યુવતીને મોકલીને તેને સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓમાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

ડરના માર્યા યુવતીએ રૂ. 1.30 લાખ ચૂકવ્યા

બદનામીના ડરથી ફફડી ગયેલી કોલેજિયન યુવતી આરોપી યુવકની જાળમાં ફસાઈ ગઈ હતી. આરોપીએ ફોટા ડિલીટ કરવાના બહાને અવારનવાર નાણાંની માંગણી કરી હતી. યુવતીએ ટુકડે-ટુકડે કરીને અત્યાર સુધીમાં કુલ રૂ. 1.30 લાખ ચૂકવી દીધા હતા, જેમાં પહેલા રૂ. 80 હજાર રોકડા આપ્યા હતા અને બાકીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.

વધુ રૂપિયાની માંગણી થતાં ફૂટ્યો ભાંડો

લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ આરોપીની લાલચ અટકી ન હતી અને તેણે યુવતી પાસે વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. આખરે માનસિક ત્રાસથી કંટાળેલી અને મજબૂર બનેલી યુવતીએ હિંમત ભેગી કરીને સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. આ સાંભળી પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે મોડું કર્યા વિના તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

જોરાવરનગર પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ ગંભીર સાયબર ગુના અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે જોરાવરનગર પોલીસે વઢવાણના આરોપી યુવક સામે આઈટી એક્ટ અને બ્લેકમેઇલિંગની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, અને તેની પાસે રહેલા ડિજિટલ પુરાવા તેમજ મોબાઈલ ફોન જપ્ત કરવાની તજવીજ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.


આ પણ વાંચો - Surendranagar: શાબાશ...!: દુધરેજમાં રોડ બનાવ્યા બાદ યાદ આવ્યુ કે, નાળુ બનાવવાનું જ રહી ગયુ..!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0