Surendranagar News: વ્યસન કરતા લોકો સાવધાન! બિલ વગરની અને ડુપ્લિકેટ સિગરેટ-તમાકુ વેચતો વેપારી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરમાં બિનઅધિકૃત, બિલ વગરની અને ડુપ્લિકેટ સિગરેટ, બીડી તથા તમાકુના વેચાણનું દૂષણ અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ આક્રમક અભિયાન હાથ ધર્યું છે. SOG ની ટીમે બાતમીના આધારે સુરેન્દ્રનગર ટાઉનમાં દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેના કારણે સિગરેટ અને તમાકુના વેપારીઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.
રતનપરના હોલસેલ પાનમાવા વેપારીની ધરપકડ
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાન જયપાલભાઈ મનહરભાઈ કણઝરિયાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવાન હોલસેલ પાનમાવાનો વેપાર કરતો હતો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર રીતે બજારમાં માલ પહોંચાડતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
રૂ. 4.41 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ અને અલ્ટો કાર જપ્ત
SOG ની ટીમે દરોડા દરમિયાન આરોપી પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સામગ્રી કબજે કરી છે. પોલીસે બિલ વગરની સિગરેટ, તમાકુ, જરદો, બીડી ઉપરાંત એક મોબાઇલ ફોન અને અવરજવર માટે વપરાતી એક અલ્ટો કાર સહિત કુલ 4.41 લાખ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ અથવા બિનહિસાબી હોવાનું સામે આવ્યું છે.

સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
આ મામલે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surendranagar News: પરિવારના સભ્યોએ જ કાસળ કાઢ્યું, 6 આરોપીની ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

