Surendranagar News: લીંબડી પોલીસનો સપાટો, શિયાણીની સીમમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Mar 7, 2026 - 19:00
Surendranagar News: લીંબડી પોલીસનો સપાટો, શિયાણીની સીમમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે કમર કસી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી સચોટ બાતમીના આધારે શિયાણી ગામની સીમમાં લક્ષ્મીપરા રોડ પાસે રેડ કરવામાં આવી હતી. અહીં બાવળના ઝાડ નીચે હાર-જીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

લાખોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી કુલ રૂપિયા 3,78,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહેન્દ્રલાલ તેજલાલ મકવાણા, જગમાલભાઈ ગોવિંદભાઈ જેજરીયા, કિશોરભાઈ ગફુરભાઈ દેવીપૂજક, ગિરધરભાઈ હમીરભાઈ મકવાણા અને સુરેશભાઈ કેશવજીભાઈ સસાણીયાનો સમાવેશ થાય છે.

કાયદેસરની કાર્યવાહી

લીંબડી પોલીસે આ પાંચેય આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સીમ વિસ્તારમાં છુપાઈને જુગાર રમતા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહીથી અન્ય જુગારિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Surendranagar News: લીંબડીના રાસકા ગામે તસ્કરોનો આતંક, એકસાથે 5 મકાનોના તાળા તૂટ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0