Surendranagar News: જોબાળા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, 38 પ્રકારની દવાઓ જપ્ત

May 15, 2026 - 19:00
Surendranagar News: જોબાળા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, 38 પ્રકારની દવાઓ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ચુડા તાલુકાના જોબાળા ગામમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપથીક સારવાર આપતા એક નકલી તબીબને એસઓજી (SOG) પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ભાડાના મકાનમાં ચાલતું હતું દવાખાનું

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાણપુર તાલુકાના નાગનેસ ગામનો વતની નીતિન ધીરૂભાઈ પટેલ ચુડાના જોબાળા ગામે ભાડાનું રહેણાંક મકાન રાખીને ત્યાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો. આ શખ્સ પાસે તબીબ તરીકેની કોઈ પણ લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં તે ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપતો હતો.

38 જાતની દવાઓ જપ્ત

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમીના આધારે આ નકલી ડોક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી 38 અલગ-અલગ જાતની એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે.

કાયદેસરની કાર્યવાહી

એસઓજીએ નકલી તબીબ નીતિન પટેલની અટકાયત કરી તેને ચુડા પોલીસને સોંપ્યો છે. ચુડા પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા અન્ય લેભાગુ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Surendranagar News: સાયલા-ચોટીલા હાઈવે પર પોલીસ વાનને નડ્યો અકસ્માત, PI-PSI સહિત 5 કર્મીઓનો આબાદ બચાવ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0