Surendranagar Farmers Protest: મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં દેવા માફી કેમ નહીં? ખેડૂતોએ કરી પાક ધિરાણ અને એક વર્ષનું વ્યાજ માફ કરવાની માગ!

Nov 15, 2026 - 21:00
Surendranagar Farmers Protest: મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં દેવા માફી કેમ નહીં? ખેડૂતોએ કરી પાક ધિરાણ અને એક વર્ષનું વ્યાજ માફ કરવાની માગ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અપૂરતા અને ઓછા વરસાદને કારણે ખેતીને માઠી અસર પહોંચી છે, જેના પરિણામે પાકના ઉત્પાદનમાં મોટું ગાબડું પડ્યું છે. ખાસ કરીને મુખ્ય પાક ગણાતા કપાસના ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સિંચાઈ માટે પાણીની પણ ગંભીર અછત વર્તાઈ રહી છે, જેના કારણે જળાશયો સુકાવાના આરે છે, અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ ભાંગી પડી છે.

દેવા માફી અને પાક ધિરાણ માફ કરવાની ઉગ્ર માગ

આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાની હૈયાવેદના ઠાલવતા દેવા માફીની ઉગ્ર માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય, તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક? ખેડૂતોએ સરકાર સમક્ષ મુખ્યત્વે બે મોટી માંગણીઓ મૂકી છે.

  • પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે.
  • એક વર્ષનું વ્યાજ માફ કરવામાં આવે.

Surendranagar Farmers Protest: Farmers Demand Loan Waiver Amid Crop Failure

સરકાર પાસે તાત્કાલિક નિર્ણય લેવાની ગુહાર

વરસાદની અનિયમિતતા, પાક નિષ્ફળ જવાનો ડર અને માથે ચડેલા દેવાના બોજ તળે દબાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે યોગ્ય અને રાહતરૂપ નિર્ણય લેવાની ગુહાર લગાવી છે. જો સરકાર દ્વારા સમયસર કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો: Surendranagar News: વઢવાણ-લીંબડી હાઈવે પર ડ્રેનેજ સ્લેબ તૂટતાં રોડ ધસી પડ્યો, 50 મુસાફરો ભરેલી સિટી બસ ડૂબી!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0