Surendranagar: 3 અને 4 સપ્ટેમ્બરે ઝાલાવાડમાં વરસાદની આગાહી

જન્માષ્ટમી પર્વે થયેલા વરસાદથી હજુ કળ વળી નથી ત્યાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાંવરસાદના વિરામને દિવસો વીતવા છતાં અમુક વિસ્તારોમાં હજુ વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભયએસડીઆરએફ યોજનાના બદલે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના હેઠળ સહાય ચુકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છેસુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. 4 અને પ સપ્ટેમ્બરે જિલ્લામાં વરસાદ આવવાની શકયતા હાલ વર્ણવાઈ છે. બીજી તરફ અઠવાડીયા પહેલાના વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલ તારાજી બાદ સર્વેના આદેશ થયા છે. પરંતુ આ સર્વેમાં લોલમલોલ ચાલતી હોવાની રાવ ખેડુતોએ વ્યકત કરી છે.અઠવાડીયા પહેલા આવેલ મુશળધાર વરસાદે તારાજી સર્જી હતી. જેમાં કપાસના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવા અને જમીન ધોવાણ થવાથી ખેડૂતોના મોં એ આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે જિલ્લાની મુલાકાતે આવેલા કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલે પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. ત્યારે જિલ્લામાં સર્વેના નામે લોલમલોલ ચાલતી હોવાની રાવ ખેડુતોએ વ્યકત કરી હતી. એસડીઆરએફ યોજનાના બદલે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના હેઠળ સહાય ચુકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. બીજી તરફ સતત ભરાયેલા વરસાદી પાણીથી વઢવાણ ગ્રામ્યમાં ખેતરોમાં કપાસ બળવા લાગ્યો છે. જયારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના વીરામને થોડા દિવસો થવા છતાં હજુ સુધી અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ છે. ત્યારે ઉમીયા ટાઉનશીપની મહિલાઓએ નગરપાલીકામાં સોમવારે લેખીત રજુઆત કરી હતી. ત્યારે હજુ જિલ્લાવાસીઓને જન્માષ્ટમી પર્વે થયેલા વરસાદથી કળ વળી નથી ત્યાં હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાનો યલો ઝોનમાં સમાવેશ કરાયો છે. અને આજે તા. 3 અને 4 સપ્ટેમ્બરે જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. પાક નુકસાનીના સર્વે બાબતે લોલંલોલ ચાલતી હોવાની રાવ સાથે ખેડૂતો લડી લેવાના મૂડમાં પાક નુકસાની સાથે જમીન ધોવાણ અને ઘરને નુકસાનની પણ સહાય આપો લખતર તાલુકામાં અતિવૃષ્ટીથી ખેતી પાકોને નુકસાન થયુ છે. જયારે આ સાથે સાથે ખેડુતોની મોટાપાયે જમીનનું ધોવાણ થયુ છે. જયારે કાચા મકાનો પણ ધરાશાયી થયા છે. ત્યારે લખતર તાલુકાના સાકર, તાવી, તલસાણા, દેવળીયા, વિઠ્ઠલાપરા, ભડવાણા, વડેખણ, છારદ, મોઢવાણા, નાના અંકેવાળીયા, પેઢડા, ધણાદ, ભાથરીયા, માલીકા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ મામલતદારને સોમવારે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા લખતર તાલુકાનો અતિવૃષ્ટીમાં સમાવેશ કરવા, પાક નુકસાની સાથે જમીન ધોવાણ અને મકાનને નુકસાનીનો પણ સર્વે કરાવવા અને તાકીદે વળતર ચુકવવા માંગણી કરાઈ છે. આ પ્રસંગે શકિતસીંહ રાણા, શીશુપાલસીંહ રાણા, પરસોત્તમભાઈ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા.

Surendranagar: 3 અને 4 સપ્ટેમ્બરે ઝાલાવાડમાં વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જન્માષ્ટમી પર્વે થયેલા વરસાદથી હજુ કળ વળી નથી ત્યાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં
  • વરસાદના વિરામને દિવસો વીતવા છતાં અમુક વિસ્તારોમાં હજુ વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય
  • એસડીઆરએફ યોજનાના બદલે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના હેઠળ સહાય ચુકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. 4 અને પ સપ્ટેમ્બરે જિલ્લામાં વરસાદ આવવાની શકયતા હાલ વર્ણવાઈ છે.

બીજી તરફ અઠવાડીયા પહેલાના વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલ તારાજી બાદ સર્વેના આદેશ થયા છે. પરંતુ આ સર્વેમાં લોલમલોલ ચાલતી હોવાની રાવ ખેડુતોએ વ્યકત કરી છે.અઠવાડીયા પહેલા આવેલ મુશળધાર વરસાદે તારાજી સર્જી હતી. જેમાં કપાસના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવા અને જમીન ધોવાણ થવાથી ખેડૂતોના મોં એ આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે જિલ્લાની મુલાકાતે આવેલા કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલે પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. ત્યારે જિલ્લામાં સર્વેના નામે લોલમલોલ ચાલતી હોવાની રાવ ખેડુતોએ વ્યકત કરી હતી. એસડીઆરએફ યોજનાના બદલે મુખ્યમંત્રી કીસાન સહાય યોજના હેઠળ સહાય ચુકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. બીજી તરફ સતત ભરાયેલા વરસાદી પાણીથી વઢવાણ ગ્રામ્યમાં ખેતરોમાં કપાસ બળવા લાગ્યો છે. જયારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના વીરામને થોડા દિવસો થવા છતાં હજુ સુધી અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ છે. ત્યારે ઉમીયા ટાઉનશીપની મહિલાઓએ નગરપાલીકામાં સોમવારે લેખીત રજુઆત કરી હતી. ત્યારે હજુ જિલ્લાવાસીઓને જન્માષ્ટમી પર્વે થયેલા વરસાદથી કળ વળી નથી ત્યાં હવામાન વિભાગે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાનો યલો ઝોનમાં સમાવેશ કરાયો છે. અને આજે તા. 3 અને 4 સપ્ટેમ્બરે જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે.

પાક નુકસાનીના સર્વે બાબતે લોલંલોલ ચાલતી હોવાની રાવ

સાથે ખેડૂતો લડી લેવાના મૂડમાં

પાક નુકસાની સાથે જમીન ધોવાણ અને ઘરને નુકસાનની પણ સહાય આપો

લખતર તાલુકામાં અતિવૃષ્ટીથી ખેતી પાકોને નુકસાન થયુ છે. જયારે આ સાથે સાથે ખેડુતોની મોટાપાયે જમીનનું ધોવાણ થયુ છે. જયારે કાચા મકાનો પણ ધરાશાયી થયા છે. ત્યારે લખતર તાલુકાના સાકર, તાવી, તલસાણા, દેવળીયા, વિઠ્ઠલાપરા, ભડવાણા, વડેખણ, છારદ, મોઢવાણા, નાના અંકેવાળીયા, પેઢડા, ધણાદ, ભાથરીયા, માલીકા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ મામલતદારને સોમવારે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા લખતર તાલુકાનો અતિવૃષ્ટીમાં સમાવેશ કરવા, પાક નુકસાની સાથે જમીન ધોવાણ અને મકાનને નુકસાનીનો પણ સર્વે કરાવવા અને તાકીદે વળતર ચુકવવા માંગણી કરાઈ છે. આ પ્રસંગે શકિતસીંહ રાણા, શીશુપાલસીંહ રાણા, પરસોત્તમભાઈ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા.