Banaskanthaમાં ફાઈવ સ્ટાર સેવા કેમ્પનું આયોજન, શરણાઈ વગાડીને આવકારાય છે પદયાત્રીઓને

ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીનેમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવામાં આવી રહ્યા છે.ત્યારે આજે પાલનપુર -અંબાજી માર્ગ ઉપર આવેલ ધોરી ગામ નજીક સેવા ભાવિ સંસ્થા પી.એન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવેલ ફાઈવ સ્ટાર સુવિધાઓ વાળા સેવા કેમ્પનું ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે.વીઆઈપી સેવાકેમ્પનું આયોજન ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક ફાઇવસ્ટાર સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે તો સેવા કેમ્પોમાં સેવાર્થીઓ પદયાત્રીઓની ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે.યાત્રાધામ અંબાજીમા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છેએમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે.અનોખી રીતે પદયાત્રીઓને આવકારાય છે પગપાળા ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે પાલનપુર -અંબાજી હાઇવે ઉપરના ધોરી ગામ નજીક પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ફાઈવ સ્ટાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે સેવા કેમ્પનું આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું ,આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી,નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.આ ફાઈવ સ્ટાર સેવા કેમ્પોમાં પગપાળા ભક્તોને ઢોલ,નગારાં અને શરણાઈ વગાડીને જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે. પ્રેમથી તેમને હોટલ કરતા પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે જોકે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પદયાત્રીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ અંબાજી ભાદરવી પૂનમના મહામેળો શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓને જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.   

Banaskanthaમાં ફાઈવ સ્ટાર સેવા કેમ્પનું આયોજન, શરણાઈ વગાડીને આવકારાય છે પદયાત્રીઓને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીનેમાં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો બનાવવામાં આવી રહ્યા છે.ત્યારે આજે પાલનપુર -અંબાજી માર્ગ ઉપર આવેલ ધોરી ગામ નજીક સેવા ભાવિ સંસ્થા પી.એન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવેલ ફાઈવ સ્ટાર સુવિધાઓ વાળા સેવા કેમ્પનું ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે.

વીઆઈપી સેવાકેમ્પનું આયોજન

ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક ફાઇવસ્ટાર સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે તો સેવા કેમ્પોમાં સેવાર્થીઓ પદયાત્રીઓની ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે.યાત્રાધામ અંબાજીમા ભાદરવીનો મહામેળો જામી રહ્યો છે. ગુજરાતભરમાંથી અને બહારના રાજ્યમાંથી પણ અનેક ભક્તો અંબાજીના દર્શને જવા પગપાળા યાત્રા કરી રહ્યાં છે. લાંબું અંતર કાપીને આવતાં ભક્તોની સેવા કરવી એ પણ મહામૂલો અવસર છેએમ માનીને અનેક સેવાર્થીઓ પણ તેમને માટે રાહત કેમ્પોમાં કામ કરી રહ્યાં છે.


અનોખી રીતે પદયાત્રીઓને આવકારાય છે

પગપાળા ચાલતાં આવતાં ભક્તોની સેવા માટે પાલનપુર -અંબાજી હાઇવે ઉપરના ધોરી ગામ નજીક પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ફાઈવ સ્ટાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે સેવા કેમ્પનું આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું ,આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી,નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે.આ ફાઈવ સ્ટાર સેવા કેમ્પોમાં પગપાળા ભક્તોને ઢોલ,નગારાં અને શરણાઈ વગાડીને જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે. પ્રેમથી તેમને હોટલ કરતા પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે જોકે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.


પદયાત્રીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ

અંબાજી ભાદરવી પૂનમના મહામેળો શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓને જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.